આમોદ: રોંધ નજીક ઇકો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ૬ ઘાયલ, ટ્રાફિકજામ સર્જાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આમોદ તાલુકામાં આજે સાંજે એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. રોધ ગામના પાટિયા પાસે એક ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા આ દુર્ઘટના સર્જાઈ હતી,

જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો. સાંજના સમયે બનેલી આ ઘટનામાં જંબુસર તાલુકાના ઉચ્છદ ગામના રહેવાસીઓ ઇકો ગાડીમાં સવાર હતા. તેઓ દેથાણ ગામેથી પરત ફરી રહ્યા હતા.

ત્યારે રોધ ગામના પાટિયા પાસે તેમની ગાડી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ઇકો ગાડીને ભારે નુકસાન થયું હતું અને તેમાં સવાર તમામ છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા

અને મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ૧૦૮ની ટીમ તાત્કાલિક પહોંચી ઇજાગ્રસ્તોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

જોકે, ઇજાઓની ગંભીરતા જોતા, વધુ સારવાર અર્થે તેમને જંબુસરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આમોદ પોલીસને જાણ થતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસે અકસ્માત કઈ રીતે થયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ આમોદ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!