વાગરા ના વિલાયત ચોકડી અને દેરોલ વચ્ચેના માર્ગ પર ટ્રક ખોટકાતા ભારે ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઇ હતી. ઉક્ત માર્ગનું નવીનીકરણ કામ ચોમાસા પૂર્વે શરૂ કરવામાં આવ્યું હતું,જે હાલ અધૂરું છોડી દેવામાં આવ્યું છે. પરિણામે એક જ તરફ ના માર્ગ પર વાહનવ્યવહાર ચાલુ હોવાથી આમેય ટ્રાફિક ની સમસ્યા રહેતી હોય છે.તેવામાં ટ્રક બગડી જતાં વિલાયત ચોકડી થી સાયખા GIDC અને ભરૂચ તરફ જતા વાહનચાલકો કલાકો સુધી ટ્રાફિક મા અટવાયા હતા.

વિલાયત ચોકડી થી દેરોલ સુધી રોડનું નવીનીકરણનું કાર્ય ચોમાસા પહેલા શરૂ કરાયા બાદ અધવચ્ચે અધૂરું છોડી દેવામાં આવ્યું હતું.જેને પગલે હાલ એક જ લેન પર વાહનવ્યવહાર ચાલી રહ્યો છે.ત્યારે દેરોલ ગામ નજીક એક ટ્રક ખોટકાઈ જતાં એક તરફનો આંખે આખો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. જેથી વિલાયત તેમજ સાયખા GIDC માંથી ભરૂચ તરફ જતા કંપની ના વાહનોનો સતત ધસારો હોવાથી વિલાયત ભૂખી પુલથી લઈને દેરોલ ચોકડી સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી.

અને સજ્જડ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.ટ્રાફિક જામ ને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા આ માર્ગનું કામ વહેલી તકે પૂર્ણ કરીને સંપૂર્ણપણે ખુલ્લો મુકવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવવામા આવી છે.માર્ગ નું ત્વરિત નવીનીકરણ કાર્ય શરૂ થાય તો ભવિષ્યમાં ભારે ટ્રાફિક જામની સમસ્યાઓથી બચી શકાય તેમ છે.આ બાબતે તંત્ર એ પ્રજા નો અવાજ સાંભળી તેઓ ની સમસ્યા નું નિરાકરણ લાવવા પંથકમાં થી માંગ બુલંદ થઈ છે.

સૈયદ અમજદ(બાપુ)









