સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ભરતી અન્વયે નિમણૂંકપત્ર એનાયત કરાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ભરૂચ જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ ૩૫ જગ્યાઓ ખાલી હતી. આ તમામ ખાલી જગ્યાઓ પર શિક્ષક સહાયકોએ શાળાઓ પસંદ કરવામાં આવતા તમામ ઉમેદવારોને આર.એસ દલાલ હાઈસ્કૂલ, ભરૂચ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા કે.રાઓલ તેમજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ, ગાંધીનગરના સભ્ય પ્રવિણસિંહ રણાના વરદ હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

સાથે સાથે તેઓ શિક્ષણ જગતમાં પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ પુરી પાડી સમાજના ઘડતરમાં સહાયભૂત થાય તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં આવનાર નવા શિક્ષકો થકી ભરૂચ શિક્ષણમાં પ્રગતિ ના સોપાનો સર કરે તેવું માર્ગદર્શન જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવ્યું હતું.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!