સાયખા ની હોર્બેક્સ મેડિસીન્સ કંપની ની પાછળ ના ભાગે ચાર મૂંગા પશુઓ ના શંકાસ્પદ મોત થી ચકચાર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા ના સાયખા કેમિકલ ઝોન માં આવેલ હોર્બેક્સ મેડિસીન્સ કંપની ના પાછળ ના ભાગે આવેલ ખુલ્લી જગ્યા માં ચાર મૂંગા પશુઓ ના શંકાસ્પદ મોત ને પગલે જીઆઈડીસી વિસ્તારમાં ચકચાર વ્યાપી જવા પામી હતી.સાયખા કેમિકલ ઝોન ના ખુલ્લા પ્લોટ માં ગતરોજ ચાર ભેંસો કોઈક કારણોસર મોત ને ભેટી હતી.જેને પગલે પશુપાલક ના માથે આર્થિક સંકટ ના વાદળો ઘેરાયા હતા.ઈશ્વર ભાઈ આહીર ના ચાર ઢોરો મૃત્યુ પામતા તેઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

જેઓ એ જણાવ્યું હતું કે આ પશુઓ ના મોત કંપની દ્વારા ખુલ્લામાં છોડવામાં આવતા ઝેરી કેમિકલયુક્ત પ્રવાહી પીવાથી થયું છે.તેઓ એ વાગરા મામલતદાર તેમજ જીપીસીબી સહિત ના તંત્ર ને જાણ કરી પ્રદુષણ ઓકતી કંપનીઓ સામે કાયદેસર ની કાર્યવાહી કરવા અને તેઓ ને મૃત પશુઓ માટે જે તે જવાબદાર ઉદ્યોગ સામે કડક કાર્યવાહી ની સાથે વળતર ની માંગ ઉચ્ચારી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે વાગરા મામલતદાર ને પશુઓ ના શંકાસ્પદ મોત બાબતે જાણ કર્યા બાદ પણ કેટલાય કલાકો સુધી મામલતદાર ઘટના સ્થળે ન પહોંચતા ઉપસ્થિત લોકો મા મામલતદાર ની નિષ્ક્રિયતા સામે રોષ ફાટી નીકળ્યો હતો.

જ્યારે જીપીસીબી ના અધિકારીઓ એ સ્થળ પર પહોંચી મૃત ઢોરો ની આસપાસ ના ખાડાઓ મા ભરાયેલા પાણી ના નમૂના કલેક્ટ કરી પૃથક્કરણ અર્થે જીપીસીબી કચેરીએ લઇ જવામાં આવ્યા હતા.હવે જોવું રહ્યું કે તંત્ર કેવી કાર્યવાહી હાથ ધરે છે.હાલ તો પશુમાલિક આર્થિક ફટકો ખાઈ ન્યાય માટે વલખા મારી રહ્યા છે.

જીઆઇડીસી ની બેદરકારી ને પગલે વારંવાર પશુઓ મોત ના મુખમાં ધકેલાય છે.

વાગરા ના સાયખા સ્થિત કેમિકલ ઝોનમાં અનેક રાસાયણિક ઉદ્યોગો કાર્યરત છે.જે ઉત્પાદન પ્રક્રિયા બાદ લિકવિડ વેસ્ટ ને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જીઆઇડીસી ની ડ્રેનેજ લાઈનમાં ડિસ્ચાર્જ કરતા હોય છે.પરંતુ આ પ્રવાહી ખુલ્લા નાળા માં કઈ રીતે પ્રસરે છે.તે સવાલ હાલ તો તપાસ નો વિષય બન્યો છે..કેટલાક ઉદ્યોગકારો નામ ન આપવાની શરતે દોષ નો ઠીકરો જીઆઇડીસી ના માથે ફોડી રહયા છે.તેઓ જણાવી રહયા છે કે જીઆઇડીસી દ્વારા નાંખવામાં આવેલ વેસ્ટ વોટર ડિસ્ચાર્જ લાઈન તકલાદી છે.અને તેમાં ઠેક ઠેકાણે ભંગાણ હોવાથી ઝેરી કેમિકલ યુક્ત પ્રવાહી બહાર નિકળી ખુલ્લી જગ્યા કે નાળા માં વહે છે.અને આ પાણી પીવાને કારણે અબોલ પશુઓ મોત ને ભેટે છે.જેથી આ બાબતે તંત્ર દ્વારા જીઆઇડીસી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવો ગણગણાટ સાયખા ઉદ્યોગ જગતમાં થઇ રહ્યો છે.સાથે સાથે પંથકના ખેડૂતો અને પશુપાલકો પણ ઉદ્યોગો ના પ્રદુષણ થી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ત્યારે કુંભકર્ણ ની નિદ્રા મા પોઢી ગયેલા તંત્ર એ સફાળા જાગી ત્વરિત કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!