ભરૂચ જિલ્લાના પાંચ શિક્ષકોને સાબરકાંઠામાં એવોર્ડ તથા સન્માન પત્ર પાઠવી સન્માન કરાયું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સાબરકાંઠા જિલ્લા ના ઇડર તાલુકા ના જાદર પ્રા. શાળા માં ધ બુદ્ધ ચેરીટેબલ ટ્રસ્ટ ઘ્વારા HSE & E એવોર્ડ, હેલ્થ સેફ્ટી ઈન્વાયરમેન્ટ એન્ડ એજ્યુકેશન એવોર્ડ માં કુલ ૧૯ શિક્ષકો ને એવોર્ડ તથા સન્માનપત્ર, ઇકો ફ્રેન્ડલી બેગ,પેન અને શિક્ષકની ઈમેજ વાળી બેગ આપી સન્માનિત કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન ONGC અમદાવાદ થી હસમુખભાઈ વણકર તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળના સભ્યો દ્વારા કરવામાં આવ્યુ હતુ.ધ બુદ્ધ ચેરીટેબલ ટ્રસ્ટ જાદર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના પાંચ શિક્ષક મિત્રોને એવોર્ડ તથા સન્માન પત્ર આપવામાં આવ્યા હતા.જેમાં પ્રાથમિક કન્યાશાળા વાગરાના ગણિત વિજ્ઞાન વિષય ભણાવતા શિક્ષિકા નેહાબેન રમેશચંદ્ર કડિયાને પણ શ્રેષ્ઠ શિક્ષક તથા હેલ્થ સેફટી ઈન્વાયરમેન્ટ એન્ડ એજ્યુકેશન એવોર્ડ તથા સન્માનપત્ર થી નવાજવામાં આવ્યા હતા.તેમની શ્રેષ્ઠ કામગીરીથી એવોર્ડ અને સન્માન મળ્યુ તે બદલ પ્રાથમિક કન્યાશાળા પરિવાર અને સમગ્ર વાગરા નગરે તેમની સફળતા ને બીરડાવી શુભકામનાઓ પાઠવી હતી.

સૈયદ અમજદ(બાપુ)

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!