દહેજ છેતરપિંડીના કેસમાં નાસતો ફરતો આરોપી પકડાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2016 માં નોંધાયેલા વિશ્વાસઘાતના કેસમાં છેલ્લા નવ વર્ષથી ફરાર આરોપીને પેરોલ-ફર્લો સ્ક્વોડ ટીમે રાજસ્થાનના જોધપુરથી ધરપકડ કરી છે.

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ પેરોલ-ફર્લો જમ્પર્સ અને ફરાર આરોપીઓને પકડવા માટે એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. દહેજ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં ભાગેડુ આરોપી રાજેશ ઉર્ફે સહીરામ બિશ્નોઈને પકડી લેવામાં આવ્યો છે. આરોપીને દહેજ મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સદ્દામ બી. ભટ્ટી વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!