ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે વાલિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ના ગુનામાં છેલ્લા છ વર્ષ થી ફરાર વોન્ટેડ બે આરોપીઓ ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પેરોલ,ફર્લો જમ્પ ફરારી આરોપી તથા નાસતા ફરતા આરોપીઓ ને પકડવા હાલ ભરૂચ પોલીસ દ્વારા ખાસ ઝુંબેસ હાથ ધરવામાં આવેલ છે.

જે અનુસંધાને પોલીસ ઈન્સપેક્ટર એ.કે.જાડેજા ના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોડ ની ટીમના માણસો જીલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે કામગીરી કરતા હ્યુમન સોર્સ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે માહીતી મળી હતી કે વાલીયા પોલીસ સ્ટેશન ના પ્રોહીબીસનના ગુના નો આરોપી જોરસંગભાઈ વરસિંગભાઈ ખરાડ,રહે-રાતીગાર તા.જી.દાહોદ તેમજ મહેમુદમિયા ઉર્ફે ભુરાભાઈ ગુલામ નબી શેખ રહેવાસી.મહેમદાવાદ, ખાત્રેજ દરવાજા પાસે, તા.મહેમદાબાદ, જી.ખેડા તેઓના રહેઠાણ ની જગ્યા પર હાજર છે. જેથી સદર બાતમી ને પગલે ભરુચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો ભોપાભાઈ ગકુરભાઈ,રાકેશભાઈ રામજીભાઈ અને સરફરાજ મહેબુબ તથા શામજીભાઈ કોળચાભાઈ,અરવિંદભાઈ હિમતરામ સહિત ની પોલીસ ટિમ આરોપીઓ ના રહેઠાણ પર પહોંચી હતી અને તેઓ ને બાતમી વાળી જગ્યા પરથી ઝડપી પાડયા હતા.

ઝડપાયેલા બંને ઈસમો ને આગળની કાર્યવાહી અર્થે વાલિયા પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલા બન્ને આરોપીઓ વિરુધ્ધમાં ભરુચ જીલ્લાના વાલીયા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઈ),૯૮(૨),૮૧ મુજબ ગુનો નોંધાયેલ છે.જ્યારે આરોપી જોરસંગ વરસિંગ સામે દાહોદ જીલ્લાના લિમડી પો.સ્ટે ખાતે પ્રોહી એક્ટ ક. કલમ ૬૫(ઇ),૯૮(૨),૮૧,૧૧૬(બી) મુજબનો ગુનો નોંધાયો હતો ત્યારે થી તે ઉકત ગુનામાં વોન્ટેડ હતો.

સૈયદ અમજદ (બાપુ)









