દયાદરા ખાતે બાઇક સવાર દંપતી ને પિકપે અડફેટે લેતા પિતા નું મોત,માતા અને પુત્ર ઇજાગ્રસ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ ના દયાદરા ગામે પિકઅપ ગાડી એ બાઇક પર સવાર દંપતી તેમજ પુત્ર ને જોરદાર ટક્કર મારતા બાઇક પર થી ફંગોળાયેલા યુવાન નું મોત નીપજ્યું હતું.જ્યારે પત્ની અને બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.જેઓ ને સારવાર અર્થે હોસ્પિટલમાં રીફર કરાયાં હતાં.અકસ્માત ના બનાવ અંગે ભરૂચ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

ભરૂચ તાલુકા ના દયાદરા ગામે રહેતા અને કોમ્પ્યુટર ડીઝીટલ ગ્રાફિક્સ નું કામ કરતા સાદિક યાકુબ પટેલ (બરજી)અને તેમના પત્ની તસલીમાં તથા તેઓના પુત્ર ફૈઝાન સાથે સ્પ્લેન્ડર પ્લસ બાઇક નંબર જીજે૧૬ સિજે ૪૬૧૧ પર સવાર થઈ જઇ રહ્યા હતા.ત્યારે ગામ ના પ્રવેશ માર્ગ પર કો-ઓપરેટિવ બેન્કના એટીએમ પાસે સામે થી આવતી અને દયાદરા ગામ તરફ જતી પિકપ નંબર જી જે ૧૬ ડબ્લ્યુ ૫૩૮૬ એ જોરદાર ટક્કર મારતા બાઇક પર સવાર ત્રણેવ જમીન પર પટકાયા હતા.અકસ્માતમાં ત્રણેય ઇજાગ્રસ્તો ને તાત્કાલિક ભરૂચની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

જ્યાં ફરજ પર હાજર તબીબે પ્રાથમિક નિરિક્ષણ બાદ સાદિક પટેલનું મોત થયાંનું જણાવ્યું હતું. જ્યારે પુત્ર ફૈઝાન ને કાન તેમજ મોઢાના ભાગે ઓછા વત્તા અંશે ઇજાઓ અને પત્ની તસલીમાં ને જમણા હાથે ઇજાઓ થતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં એડમિટ કરાયા ની માહિતી સાંપડી છે. બનાવને પગલે ગામના ડેપ્યુટી સરપંચ સઇદ પટેલ (વકીલ) એ ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.સાદિક પટેલ ના અકાળે મોત થી દયાદરા ગામે શોક નું મોજું પ્રસરી જવા પામ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે દયાદરા ગામમાં થી પસાર થઈ અરગામાં તરફ જતા-આવતા વાહનો પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી પસાર થતા હોવાને કારણે ગ્રામજનો માં અકસ્માત ની ભીતિ પ્રસરી જવા પામી છે.

સૈયદ અમજદ(બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!