ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં પ્રાથમિક શાળા મૌઝામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ૨૩ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા તેમજ શાળાના બાળકો દ્વારા સ્ટોલને એસ.પી.પાણીપુરી-પૌવા બટાકા, મિતભાઈના ભુંગળા બટાકા, હેતાંશી ઢોકળા, સુપરસ્ટાર મેંગો સ્લાઈસ જેવા વૈવિધ્યસભર નામો આપવામાં આવ્યા હતા.

મહેમાનો દ્વારા બાળકોના દરેક સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી.આનંદમેળા થકી બાળકોને ભવિષ્યમાં આવક ઊભી કરવા માટેની પ્રેરણા મળી હતી.વધુ માં તેમનામાં એક દુકાનદાર તરીકે લે-વેચ દ્વારા આવક ઊભી કરવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ગ્રાહકોમાં પણ વિવિધ સ્ટોલ પરની વાનગી ખરીદીને આરોગવા માટે અનેરો આનંદ જેવા મળ્યો હતો.

આનંદ મેળાનું ઉદઘાટન નિયામક નૈતિકાબેન પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર હરદિપસિંહ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભરૂચ દ્વારા કરવામાં આવ્યું હતું. મેળામાં ગામના સરપંચ, એસ.એમ.સી.સભ્યો, શાળા પરિવાર,ગામના વડીલો, એસ.આર.એ ફાઉન્ડેશનના મિત્રો તેમજ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ તેને સફળ બનાવ્યો હતો.
સદ્દામ બી. ભટ્ટી









