ડભોઇ તાલુકા ના સીમળીયા ગામ પાસે થી ડેરી નો ટેમ્પો બોડેલી અલ્હાદપુરા થી અમુલ ડેરીનું દૂધ લઈ વડોદરા તરફ જતો હતો. દરમિયાન ઝાડ સાથે અકસ્માત થતાં ટેમ્પાના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી જતા આશરે એક લાખ રૂપિયા નો દૂધ નો બગાડ થયો હતો અને ટેમ્પોમાં મૂકેલી કેસ પણ ગાયબ થઈ ગઈ હોવાનું જાણવા મળેલ છે. આ અકસ્માતમાં ટેમ્પાના ડ્રાઇવરને નાની મોટી ઈજા પહોંચી હતી.

પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અલ્હાદપુરા ડેરીમાંથી દૂધ ભરીને ટેમ્પો વડોદરા તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ડભોઇ તાલુકાના સીમળીયા ગામ પાસે અચાનક ડ્રાઇવરે સ્ટેરીંગ પર થી કાબુ ગુમાવી દેતા રોડની બાજુમાં ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં આગળનો ટેમ્પાનો ભાગ કચ્ચરઘાણ વળી જવા પામ્યો હતો. જેના કારણે આશરે એક લાખ રૂપિયા નો દૂધને નુકસાન થવા પામ્યું હતું અને ટેમ્પામાં મૂકેલી સિલક કેસ પણ ગાયબ થઈ જવા પામી હતી નું જાણવા મળે છે.જ્યારે કે ડ્રાઇવર ને નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આ બનાવનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
અહેવાલ :- બાલકૃષ્ણ શાહ ડભોઇ









