રાજકોટ જીલ્લાના ધોરાજી માં હઝરત મૌલા અલી રદિયલ્લાહુઅન્હુ ની વિલાદત એટલે જન્મ દિવસ નિમિત્તે શાનદાર શહેરી જુલૂસ નિકળ્યો હતો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

યા મૌલા અલી મદદ ગ્રુપ દ્વારા એકી સાથે હજારોની સંખ્યામાં ન્યાજ શરીફ નો સુંદર મજાનો આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ ઈસ્લામ ધર્મના ચોથા ખલીફા અને પયગંબર સાહેબ ના દામાદ (જમાઇ) નો જન્મ દિવસ એટલે વિલાદત હોય યા મૌલા અલી મદદ ગ્રુપ અને દરેક સાદાતે કિરામ, ઉલમા એ કિરામ ની રાહબરી હેઠળ શાનદાર શહેરી જુલૂસ કાઢવામાં આવ્યું હતું ચુસ્ત અને ઈસ્લામિક લિબાસ ખુબજ શિસ્તબધ્ધ રીતે નિકળ્યા હતા જેમાં મિલાદ પાર્ટી દ્વારા મન્કબતે મૌલા અલી પડી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા શહેરી જુલૂસ ઝૌહર ની નમાઝ બાદ બપોરે અઢી વાગે બહાપુરા અરબીયા હોટલ ખાતે થી નિકળી સોની બજાર ધાણીકોઠા રોડ, બુખારી ચોક, રંગારી મહોલ્લા, ચોકી ફલીયા, નાગાણીશાહ તકીયા, ત્રણ દરવાજા, બજાર ચોક સહિત ના શહેર ના મુખ્ય માર્ગ પર ફરી સાંઈબાબા ચોક ખાતે પૂર્ણ થયેલ હતું જયાં સાથે મગરીબ ની નમાઝ બાદ તરતજ ન્યાજ નો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો

દરેક લતાવાસીઓ એ જુલૂસ નું ન્યાજ સ્વરૂપને ઠંડા પીણા જેવા કે શરબત આ ઉપરાંત દુધ કોફી જુલસ માં શામેલ દરેક વ્યક્તિ ને પીવડાવીને સ્વાગત કરેલ હતું પીરે તરીકત સૈયદ મો. શફીમિયાં બાપુ બુખારી એ મીડિયા સાથે ની વાતચીતમાં કહ્યું કે હઝરત મૌલા અલી ઈસ્લામના ચોથા ખલીફા બહાદુરીના પ્રતીક એવા મૌલા અલી ની શાન માં ખિરાજે અકીદત પેશ કરવા માટે આજે શાનદાર શહેરી જુલૂસ અને ન્યાજ નો જમણવાર રાખવામાં આવેલ હતું હજારો ની સંખ્યા લોકોએ ન્યાજ નો લાભ લીધેલ હતું

એહવાલ :- સકલૈન ગરાણા ધોરાજી

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!