ડભોઇ શ્રી દશાલાડ ન્યાત સમસ્ત આયોજિત ડભોઇ કોલેજ ગ્રાઉન્ડ ખાતે

ડભોઇ શ્રી દશાલાડ ન્યાત સમસ્ત ડભોઇ દ્વારા જ્ઞાતિના યુવા ક્રિકેટરોની સ્પર્ધાત્મક ડી.એન.એસ.ડી.3-ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫ નું બે દિવસ માટે આયોજન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે ચિરાગભાઈ મોદી, જતીન ચોકસી, હિતેશ ચોક્સી, રાજેન્દ્રભાઈ મોદી, પ્રતિક. કે.શાહ બોરતલાવવાળાની મંગલમય ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટ ની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે દશાલાડ ક્રેડિટ સોસાયટીના ચેરમેન મુકેશભાઈ વસાઈવાલા સાથે પૂર્વ મામલતદાર કિશોરભાઈ વસાઈ વાલા ઉપસ્થિત રહ્યા હતા.

ડી એન એસ ડી થ્રી ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિવિધ ક્રિકેટની ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચ ની રસાકસી થયા બાદ બંને ટીમોની ટાઈ થઈ હતી. ડભોઇ ખાતે પ્રથમ વાર સુપર ઓવર મેચ રમાડતા જતીપુરા ટીમનો વિજય થયો હતો. ઉપસ્થિત સૌ ક્રિકેટ પ્રેમીઓ અને પ્રેક્ષકોએ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. વિજેતા ટીમને ડભોઇ દશાલાડ સમાજના પ્રમુખ રાજુભાઈ બોરતલાવાળા ના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સૌએ વિજેતા ટીમને તાળીઓના ગડગડાટ થી વધાવી લીધી હતી.
ડિજિટલ યુગ ન્યૂઝ ડભોઇ









