ઉત્તરાયણ પર્વ ને લઈ કરાલી પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી સાયબર સુરક્ષાના સંદેશ વાળા પતંગો વહેંચ્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઉત્તરાયણમાં સાયબર ક્રાઇમ જાગૃતિનો અનોખો પ્રયાસ 

છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસે કલારાણી બજાર ખાતે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું સાથે સાયબર ક્રાઈમ સામે જાગૃતિ ફેલાવવા માટે અભિનવ પહેલ કરી છે. સાયબર સુરક્ષાના સંદેશ સાથેના પતંગોનું વિતરણ કરીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. કરાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.કે.પંડ્યાની ઉપસ્થિતિ માં કલારાણી, કરાલી જેવા વિવિધ ગામોમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રસ્તા પરથી પસાર થતા નાગરિકોને સાયબર ક્રાઇમ જાગૃતિના સ્લોગન ધરાવતા પતંગો આપવામાં આવ્યા હતા. સાથે જ લોકોને સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો અને સાવચેતીઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. વર્તમાન સમયમાં સાયબર ક્રાઇમના કેસોમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા લોકજાગૃતિ માટે વિવિધ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે કરાલી પોલીસ દ્વારા લોકપ્રિય તહેવાર ઉત્તરાયણનો ઉપયોગ કરીને સાયબર સુરક્ષાનો સંદેશ વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, જે સરાહનીય છે.

 

તસવીર:- ફૈજાન ખત્રી, છોટાઉદેપુર

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!