ડભોઇ તાલુકાના જીયાતલાવડી ગામનો ઇષમ કાયાવરોહણ ખાતે દુકાન માંડીને ઉતરાયણ પર્વ ને લઈ પતંગો નુ વેચાણ કરી રહ્યો હતો.જે છુપી રીતે પ્રતિબંધીત અને માનવ જીવન માટે ઘાતક ચાઇનીઝ દોરી નુ વેચાણ કરતો હોવાનું પી.એસ.આઇ.ગોહીલ ને બાતમી મળી હતી. જેથી કાયાવરોહણ આઉટ પોષ્ટના અ.હે.કો.તેમજ પોલીસ જવાનો ને સાથે રાખી તપાસ કરતા યુવાને નજીક મા રહેતા તેના દાદા ના ઘર મા ચાઇનીઝ દોરી નો જથ્થો છુપાવી રાખેલ હોય પોલીસે ઝડપી પાડ્યો હતો.જેની ગણતરી કરતા ચાઇનીઝ રીલો નંગ-૪૩ કિ.રુ.૮૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયેલ યુવાન સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.

ડભોઇ તાલુકાના કાયાવરોહણ ખાતે પતંગોના વેચાણ ની દુકાન કરતો અને જીયાતલાવડી ગામે રહેતો કલ્પેશ રમણભાઇ પાટણવાડીયા તેની દુકાન ની નજીક મા રહેતા તેના દાદા ને ઘેર પ્રતિબંધિત ચાઇનીઝ ફીરકા નો જથ્થો રાખી છુપી રીતે વેચાણ કરી રહ્યો હતો. ચાઇનીઝ દોરીના વેચાણ ની બાતમી ડભોઇ પી.એસ.આઇ.ગોહીલ ને મળી હતી. જેથી તેઓએ કાયાવરોહણ આઉટ પોષ્ટ ના જમાદાર શૈલેષભાઇ સહીત પોલીસ જવાનો ને સાથે રાખી બાતમી મુજબ ની જગ્યાએ તપાસ કરતા પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકાના બે કાર્ટુન મળી આવ્યા હતા.જેની ગણતરી કરતા ૪૩ નંગ ફીરકા કિ.રુ.૮૬૦૦ સાથે ચાઇનીઝ દોરીનો વેપાર કરનાર કલ્પેશ પા.વા.સામે ગુંહો નોંધી આગળ ની તપાસ હાથ ધરેલ છે.
અહેવાલ:- બાલકૃષ્ણ શાહ ડભોઇ









