
વડોદરા ના તાંદલજા ની એકતા કમિટી દ્વારા પીર શહીદ મહેમુદ શાહ બુખારી ના ઉર્ષ નિમિત્તે છેલ્લા ૨૫ વર્ષથી ચા નાસ્તો તથા જમવાની તેમજ દવા ની સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ધોળકા તાલુકા ના મોટી બોરુ પીપળી રોડ ભોળાદ પાણી ની ટાંકી પાસે એકતા કમિટી દ્વારા શ્રદ્ધાળુઓ માટે મંડપ સહિત ચા નાસ્તો ઉપરાંત જમવા પાણી તથા દવા જેવી સુવિધાઓ પીર શહીદ મેહમુદ શાહ બુખારી ના ભડીયાદ ઉર્સ નિમિત્તે પગપાળા જતા હિન્દુ મુસ્લિમ લોકો માટે કરવામાં આવી છે.
હાલ શિયાળાની ઋતુ હોય શ્રદ્ધાળુઓ માટે ગરમ પાણીની પણ સુવિધા પણ રાખવામાં આવેલ છે. પીર શહીદ મહેમુદ શાહ બુખારી ના મજાર ઉપર ગુજરાત સહિત અનેક તાલુકાઓ માંથી હિન્દુ મુસ્લિમ લોકો આસ્થા માટે તેમના મજાર પર જાય છે અને મનોકામનાઓ પૂરી કરે છે.તેવા ટાણે વડોદરા ના તાંદલજા ની એકતા કમિટી દ્વારા ભડીયાદ ઉર્સ નિમિત્તે શ્રદ્ધાળુઓને દર વર્ષે મદદરૂપ થાય છે.વડોદરા શહેર તાંદલજા એકતા કમિટી દ્વારા પીર શહીદ મહેમુદ શાહ બુખારી ના ઉર્સ નિમિત્તે રજબ મહિનાના ૬. ૭ અને ૮. ચાંદ ના રોજ ૨૫ વર્ષથી ચા નાસ્તો જમવાની તેમજ દવા ની સુવિધાઓ ફ્રી રાખવામાં આવે છે.જેઓ ની સેવાની સરાહના ચારેકોર થી થઈ રહી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ વડોદરા









