શ્રી સમસ્ત ૨૮ ગામ માછી સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમ

ડભોઇ તાલુકાના હેતમપૂરા ગામે શ્રી સમસ્ત ૨૮ ગામ માછી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ પ્રમુખ જયંતીભાઈ માછી, કરનાળી મા રેવા આશ્રમના સ્થાપક રજનીભાઇ પંડ્યા અને ડભોઇના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ની ઉપસ્થિતિ માં યોજાયો હતો. આ પ્રસંગે સમાજ ના તેજસ્વી તારલાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી સમસ્ત ૨૮ ગામ માછી સમાજ નો તેજસ્વી તારલાઓ નો ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ ડભોઇ તાલુકા ના હેતમપુરા ગામે વલ્લભ ફાર્મ ખાતે યોજાયો હતો. સમાજ નાં ઉત્તીર્ણ બાળકો અભ્યાસ માં ઉચ્ચ પદવીઓ મેળવે અને તેમને પ્રોત્સાહન અને પ્રેરણા મળે, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વધું પ્રગતિ કરે તથા માતા પિતા અને સમાજ નુ ગૌરવ વધારે તેવા શુભ આશય થી તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ સમાજ નાં પ્રમુખ જયંતીભાઈ શંકરભાઈ માછી નાં માર્ગ દર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભમાં દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી. અને આં કાર્યક્રમ માં તેજસ્વી તારલાઓ ને આશીર્વાદ આપવા મુખ્ય મહાનુભાવોમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, કરનાળીના રજનીભાઇ પંડ્યા, ડૉ રમેશભાઈ માછી, ડૉ રોશની નાવવાલા, રામ પ્રસાદ કનોજિયા સહિત મહાનુભાવો હાજર રહી તેજસ્વી તારલાઓ ને સન્માનિત કરી આશીર્વાદ પાઠવ્યા હતા.
અહેવાલ:- બાલકૃષ્ણ શાહ ડભોઇ









