અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા યોજાયેલ નેત્ર શિબિરમાં ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓનું ચેકપ કરાયું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા યોજાયેલ નેત્ર શિબિરમાં ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓનું ચેકપ કરાયું હતું.એક આંખે સંપૂર્ણ અંધત્વ ધરાવતા આઠ બાળકોની સંપૂર્ણ સારવાર ફાઉન્ડેશન દ્વારા કરશે.જ્યારે ૨૯૪ વિદ્યર્થીઓને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવનાર હોવાની માહિતી અદાણી સૂત્રો થકી પ્રાપ્ત થઈ રહી છે.અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા સંચાલિત ‘ઉત્થાન’ પ્રોજેક્ટ હેઠળની દહેજ અને તેની આસપાસના વિસ્તારની ૧૪ શાળાઓમાં નેત્ર તપાસ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ.આ શિબિરમાં કુલ ૨૦૨૨ વિદ્યાર્થીઓની આંખોની સઘન તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ૨૯૪ વિદ્યાર્થીઓમાં દ્રષ્ટિના નંબર હોવાનું નિદાન થયુ હતુ.જે તમામ વિદ્યાર્થીઓને અદાણી ફાઉન્ડેશન તરફથી જરૂરિયાત મુજબના ચશ્માનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.આ નિદાન કેમ્પ દરમિયાન આશ્ચર્યજનક બાબત એ સામે આવી હતી કે આઠ જેટલા વિદ્યાર્થીઓ એક આંખે સંપૂર્ણ અંધત્વ (Blindness) ધરાવતા હતા.આ બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને તેવા ઉમદા હેતુથી અદાણી ફાઉન્ડેશન દ્વારા આઠેય વિદ્યાર્થીઓની આગળની સંપૂર્ણ સારવાર કરાવવા માટેની જવાબદારી ઉઠાવવામાં આવી છે. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આંખના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવી, ખામીઓનું સમયસર નિદાન કરવું અને તેમને ગુણવત્તાસભર શિક્ષણ મેળવવામાં સહાયરૂપ થવાનો છે. ઉલ્લેખનીય છે કે, તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા અદાણી ફાઉન્ડેશનને ખાસ વિનંતી કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓને અભ્યાસમાં જોવા, વાંચવા અને લખવામાં ખૂબ તકલીફ પડી રહી છે.

જેને ધ્યાને રાખીને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના સહયોગથી દહેજ અને આસપાસની ૧૪ શાળામાં નેત્ર તપાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.અદાણી ફાઉન્ડેશન દ્વારા સમાજમાં આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવતી આ સતત સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિક શાળા સંચાલકો, શિક્ષકો અને વાલીઓએ બિરદાવી હતી.આ સાથે જ તાલુકા વિકાસ અધિકારી પ્રવિણ સિંહ દ્વારા પણ આ માનવતાવાદી કાર્ય બદલ અદાણી ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!