આમોદ ખાતે કોંગ્રેસે ગરીબો ના હક્ક સુરક્ષિત રાખવા બાબતે ના.મામલતદાર ને આવેદન સુપ્રત કર્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાષ્ટ્રિય અન્ન નાગરિક સુરક્ષા હેઠળ આવતા ગરીબ રેશનકાર્ડ ધારકોના હક્કોને સુરક્ષિત રાખવા કોંગ્રેસે આમોદ ના નાયબ મામલતદાર ને આવેદન પાઠવવા મા આવ્યું હતું.

આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો દ્વારા ગરીબો રેશનકાર્ડ ધારકોના હક્કો સુરક્ષિત રાખવા માટે આમોદ નાયબ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું અનુસાર NFSA હેઠળના રાશનકાર્ડ ધારકોને આમોદ તાલુકા વહીવટી તંત્ર તરફથી રેશનકાર્ડ ધારકના કુટુંબની તેમજ સભ્યની આવક મર્યાદા જમીન વિગેરે બાબતો સરકારના નક્કી કરેલ ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી.

વધુમાં તંત્ર તરફથી ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપવામાં આવી છે.તેમને જીએસટી એટલે શું એ પણ ખબર નથી તેવા ગરીબ આદિવાસી પરિવારો ને પણ નોટિસ આપેલ છે.ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રિય અન્ન નાગરિક સુરક્ષાના કાયદા હેઠળ દરેક વ્યક્તિને સબસીડી વાળા અનાજનો અધિકાર છે.ત્યારે સંયુક્ત માલિકીની જમીનમાં ફરજિયાત વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની શરત છે.તેથી જમીનમાં દરેક ખાતેદારોનો હિસ્સો અલગ ગણાય તેને કુલ એક સાથે ગણવો ગેરકાયદેસર છે. માત્ર જમીન માલિકીને આધારે રાશનકાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક મામદંડોનો ઉપયોગ કરીને પાત્રતા નક્કી કરવી જોઈએ.આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ જણાવ્યુ હતુ કે જો ગરીબ અને આદિવાસી પરિવારોની અન્ન સુરક્ષા નિશ્ચિત કરવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

ડિજિટલ યુગ ન્યૂઝ આમોદ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!