આમોદ કૉંગ્રેસ કમિટી દ્વારા વિમાન દુર્ઘટનાના દિવગંતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ.

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

આમોદ કોંગ્રેસ કમિટી દ્વારા  અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા દિવગંતો તેમજ મેડિકલ કોલેજના ભાવિ તબિબોને ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા મળી હાથમા મીણબત્તી પ્રગટાવી શ્રધ્ધાંજલિ આપી હતી.

૧૨ મી જુનના રોજ બપોરના સમયે અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડીયાનું વિમાન ક્રેશ થતાં મેડિકલ કૉલેજના મેસ ઉપર પડ્યું હતું જેથી દુર્ઘટનામાં દિવગંત પામેલાં હવાઈ મુશાફરો તેમજ મેડિકલ કોલેજની મેસમાં ભોજન કરતાં ભાવી તબીબો દુર્ઘટનાનો ભોગ બન્યાં હતાં.જેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવાં આજ રોજ કોંગ્રેસ કમિટી દ્વારા આમોદ મામલતદાર કચેરી પાસે આવેલી ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કાર્યક્ર્મ રાખવામા આવ્યો હતો.જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણી સહિતનાં દિવગંતોની આત્માને શાંતિ મળે માટે આમોદ તાલુકા કૉંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી,જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા,મહેબૂબ કાકૂજી,તાલુકા મહિલા કૉંગ્રેસના પ્રમુખ ધનુબેન રાણા,આમોદ નગરપાલિકાના સદસ્ય ઉમેશ પંડ્યા, દુલભા મલેક ,મણીલાલ પ્રજાપતિ સહિતનાં આગેવાનોએ મોટી સંખ્યામા ભેગા મળી હાથમા મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાસુમન અર્પણ કરી દીવગંતોના આત્માની શાંતી માટે પ્રાર્થનાં કરી હતી.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!