દયાદરા નો હંગામી હેલ્પર “મનોજ” ઉડી ને ધુમાડે ફાટયો,વીજ ગ્રાહક સાથે ઉદ્ધત વર્તન તેમજ ફરજ મા બેદરકારી ની બુમો…!!!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દક્ષીણ ગુજરાત વીજ કંપની ના ભરૂચ રૂરલ વિભાગ ના હેલ્પર મનોજ દ્વારા વીજ ઉપભોકતાઓ ને ઉડાઉ જવાબો આપી અસભ્ય અને ઉદ્ધત વર્તન દાખવવા મા આવતું હોવાની બુમો ગ્રામ્ય વિસ્તાર ના વીજ ગ્રાહકો માથી ઉઠવા પામી છે.ચા કરતા કીટલી ગરમ હોય તેમ હેલ્પર મનોજ પોતે જ કાર્યપાલક ઈજનેર નો વહેમ રાખી રોફ જમાવી વીજ ગ્રાહકો ને રંજાડતો હોવાની ફરિયાદ પણ સપાટી પર આવી છે.ગત તા.૨૨ ના રોજ ઘટેલ ઘટના અનુસાર દયાદરા ગામના એક વીજ ગ્રાહક દ્વારા પોતાના ઘરે લાઈટ બંધ થતા તેમણે દયાદરા ના હેલ્પર મહેશ અને મુકેશ રજા પર હોઈ તેમણે ભરૂચ ગ્રામ્ય વીજ કચેરી નો સંપર્ક કર્યો હતો અને પોતાના ઘરે ખોરવાઈ ગયેલા વીજ પુરવઠા બાબતે રજુઆત કરી હતી.જેથી ઉચ્ચ કક્ષાએ થી મનોજ નામના હેલ્પર નો નંબર આપવામાં આવ્યો હતો.આ નંબર પર વીજ ગ્રાહક દ્વારા ફોન કરતા હેલ્પર મનોજે ફોન ઉઠાવ્યો હતો.અને પોતે મહેશ બોલે છે તેમ જણાવી વીજ ઉપભોકતા સાથે જૂઠ બોલી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.વધુમાં હેલ્પર મનોજે તુમાખી પૂર્વક કહ્યું હતું કે મારે દયાદરા લાગતું નથી.આ મારો પર્સનલ નંબર છે,બોર્ડ નો નંબર નથી.મને જીઇબી એ નંબર ફાળવેલ નથી.અત્યારે હું વ્હાલું સરનાર લાઈન પર છું,મારી એગ્રિકલ્ચર લાઈન બંધ છે.દયાદરા ના કામ માટે મારા સિવાય કોઈ બીજો માણસ નથી.ઉપર ના લેવલે બેઠેલા અધિકારીઓ બધાને મારો નંબર આપી દે છે,હાલ હું બીજા કામમાં વ્યસ્ત છું.એટલે દયાદરા નું કામ મારી અન્ડર મા આવતું નથી.પહેલા કંપલેઇન નોંધાવો ત્યાર પછી જ શાંતિ થી તમારી લાઈટ ચાલુ કરીશું.વધુ માં હેલ્પર મનોજે જણાવ્યું હતું કે મારી પાસે એક ગામનું કામ નથી,તમોને એવું લાગતું હોય કે મનોજ એલફેલ બોલે છે તો તમારે જે કરવું હોય તે કરી લ્યો કોઈ મારું કશું જ ઉખાડી લેવાનું નથી ની શેખી મારી હતી..જ્યાં સુધી મારું ફીડર ચાલુ નહિ થાય ત્યાં સુધી તમારા ઘર ની લાઈટ ચાલુ નહિ થાય તેમ હેલ્પરે વીજ ગ્રાહક ને તોછડાઈ પૂર્વક જણાવ્યું હતું.આ બાબતે ડીજીવીસીએલ ના ડી ઇ એસ.એસ.પારધી નો ટેલિફોનિક સંપર્ક સાધી રજુઆત કરતા તેઓએ પણ મનોજ ને છાવરવાનો પ્રયાસ કર્યો હતો.આ લખાઈ રહ્યું છે ત્યારે રાત્રે વીજ કંપની ના નાયબ કાર્યપાલક ઈજનેર નો ફરી વખત અનેક વાર મોબાઈલ પર સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા છેવટે તેમનો સંપર્ક પ્રસ્થાપિત થતા વીજ પુરવઠો બહાલ ન થવા બાબતે તેમને કમ્પ્લેન કરતા નાયબ કાર્યપાલક ઇજનેરે બેકાર માણસ છે,તેનું મગજ થોડુંક એવું જ છે અને ડ્રિન્ક પણ કરે છે.જવાદો ને એને તેમ જણાવી વીજ પ્રવાહ રાબેતા મુજબ કરાવવા ની કવાયત હાથ ધરી હતી.અત્રે એ સવાલ ઉપસ્થિત થાય છે કે ડી જી વી સી એલ ના નાયબ કાર્યપાલક ઈજનેર આવા માથાભારે કર્મીઓ ના વર્તન વિશે જાણતા હોવા છતાંય આવા કામદારો સામે નશયતરૂપ પગલાં લેવાને બદલે કેમ છાવરી રહયા છે…??? તે બાબત ઘણી શંકા-કુશંકાઓ ઉપજાવી રહી છે. વીજ ગ્રાહક સાથે અશોભનીય વ્યવહાર અને વીજ સુવિધા પૂરી પાડવામાં જાણી બુઝી ને વિલંબ બાબતે જાગૃત નાગરિકે ઓડીઓ કોલ રેકોર્ડિંગ સાથે DGVCL ના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ નોંધાવવા ચક્રો ગતિમાન કરાયા ની માહિતી સાંપડી છે.નોંધનીય છે કે ડબલ એન્જીન ના પાવર ની વાતો કરતી સરકાર ના રાજ મા એક વીજ ગ્રાહક ના ઘરે ગુલ થયેલ બત્તી ફરી થી રાબેતા મુજબ ચાલુ કરવા વીજ ગ્રાહક ને વીજ કંપની ના વાંકે વેઠવી પડતી વેદનાઓ પર થી ફલિત થાય છે કે સરકાર ની ડબલ એન્જીન ની વાતો ને માત્ર પોકળ સાબિત કરવામાં ભરૂચ ગ્રામ્ય વિભાગ નું વીજ તંત્ર સફળ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

ડિજિટલ યુગ ન્યૂઝ ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!