વાગરા ના પખાજણ ગામે મુખ્ય માર્ગ પર આવેલ પિકઅપ સ્ટેન્ડ જર્જરિત થતાં મુસાફરો ને હાલાકી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકામાં આવેલ પખાજણ ગામે ગામના પ્રવેશદ્વાર નજીક દહેજ તરફ જતા માર્ગ પર મુસાફરો માટે બનાવેલ પિકઅપ સ્ટેન્ડ જર્જરિત થઈ જતા મુસાફરો ભારે મુશ્કેલી નો સામનો કરી રહયા છે.પખાજણ ગામ નજીક આવેલ બાળકો માટે ના દવાખાના ઉપરાંત ઔદ્યોગિક વસાહત માં કામકાજ અર્થે જતા શ્રમજીવીઓ સહિત ગ્રામજનો વાહન ની રાહ જોવા માટે તડકા માં ઉભા રહી સાધન ની રાહ જોવા મજબૂર બન્યા છે. સખત ગરમી મા નાના બાળકો બીમાર થતાં હોય અને દવા લેવા માટે પખાજણ સ્થિત બાળકો ની હોસ્પિટલ ખાતે દવા લેવા જતા હોય છે જેઓ ને જર્જરિત સ્ટેન્ડ ને કારણે ભારે આપદા વેઠવાનો વારો આવ્યો છે. સ્ટેન્ડ જર્જરિત અને ભંગાર હાલત માં ફેરવાઈ જતા બીક ના માર્યા મુસાફરો નાના બાળકો સાથે ધૂપ તડકા માં રોડ નજીક ઊભા રહી અને બસ ની રાહ જોતા હોય છે. તો આ બાબતે એસ ટી વિભાગ તેમજ ગ્રામ પંચાયત પખાજણ તેમજ સંબંધિત તંત્ર ના અધિકારીઓ પખાજણ-દહેજ મેન રોડ પર આવેલ એસ ટી સ્ટેન્ડ નું રિપેરિંગ કરાવી મુસાફરોને સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી માંગ જાગૃત નાગરિકોએ ઉઠાવી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!