વાગરા ના જણીયાદરા ગામે નિર્માણાધિન પાણી ની ટાંકી નું સલામતી ઉપકરણો વિના કામ કરતા શ્રમિકો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકા માં આવેલ જનિયાદ્રા ગામ માં પીવાના પાણી માટે નિર્માણ પામી રહેલ તોતિંગ ટાંકી નું કામ કરતા શ્રમિકો શેફ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ વિના કામ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.સલામતી ના સાધનો વગર ઊંચાઈએ કામ કરતા મજૂરો સાથે દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ,સલામતી ઉપકરણો વિના કામ કરતા શ્રમિકો પાસે કામ કરાવનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ પંથકના જાગૃત નાગરિકો માંથી બુલંદ થવા પામી છે.વાગરા તાલુકા માં આવેલ જણીયાદ્રા ગામ માં પીવાના પાણી માટે મસમોટી ઊંચાઈ ધરાવતી પાણી ની ટાંકી નું બાંધકામ ચાલી રહ્યું છે.ટાંકી ના નિર્માણકાર્ય મા જોતરાયેલા મજૂરો ફક્ત રામ ભરોસે શેફ્ટી વગર જ કામકાજ કરી રહયા છે. અગર જો કોઈ અકસ્માતે મજૂર બેલેન્સ ગુમાવે અને ઊંચાઈએ થી નીચે પટકાય અને મોત ના મુખમાં ધકેલાય તે પહેલા જવાબદાર ગ્રામ પંચાયત તેમજ જે તે કોન્ટ્રાકટર સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.

ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!