ભરૂચ એસ.ઓ.જી ની CCTV નહી લગાવનાર ૬ મેડિકલ સ્ટોર સંચાલકો વિરૂધ્ધ કાયદેસર ની કાર્યવાહી ને પગલે ફફડાટ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર જિલ્લા પોલીસવડા મયુર ચાવડા ની સુચના અને માર્ગદર્શન આધારે તેમજ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર ભરૂચ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે. જે અનુસંધાને પો.ઇન્સ.એ.એ.ચૌધરી એ પોતાની ટીમને એ.ટી.એસ. ચાર્ટર મુજબની કામગીરી તેમજ શીડયુઅલ H,H1 & X દવાનુ વેચાણ કરતા મેડીકલ તેમજ ફાર્મસી સ્ટોલની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા નહી લગાડનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.

જે સંદર્ભે એસ.ઓ.જી. ટીમ તથા ડ્રગ્સ ઓફીસર ચેતન કડકીયા ને સાથે રાખી ભરૂચ શહેર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ શીડયુઅલ H,H1 & X ડ્રગ્સનુ વેચાણ કરતા મેડીકલ અને ફાર્મસી સ્ટૉલની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા લગાડેલ છે કે નહીં તે બાબતે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.

દરમ્યાન મેડીકલ-ફાર્મસી સ્ટોલની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા લગાડેલ ન હોય તેવા ભરૂચ ના કસક સર્કલ પાસે આવેલ એ.કે મેડીકલ સ્ટોર,હાજીખાના ત્રણ રસ્તા ખાતે આવેલ આશીર મેડીકલ અને પ્રોવીઝન સ્ટોર,લલ્લુભાઇ ચકલા સ્થિતપટેલ મેડીકલ સ્ટોર,કતોપોર દરવાજા ખાતે કાર્યરતગુજરાત મેડીકલ સ્ટોર અનેનન્નુમીયા ગરનાળા ખાતે આવેલનીલકંઠ મેડીકલ સ્ટોર તેમજઝમઝમ શોપીંગ સેન્ટર મહમદપુરા સ્થિતહાજી મેડીકલ સ્ટોર ના માલીક વિરૂધ્ધ CCTV જાહેરનામા ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા (બી.એન.એસ.) ૨૦૨૩ની કલમ ૨૨૩ (બી) મુજબ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

ભરૂચ એસ.ઓ.જી. પોલીસ ની કાર્યવાહી ને પગલે મેડિસિન નું વેચાણ કરતા અને સીસીટીવી નહિ લગાડનાર મેડિકલ સ્ટોર સંચાલકો માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

સૈયદ અમજદ (બાપુ)

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!