સમાન સિવિલ કોડ સમિતિના અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈએ ગુજરાતવાસીઓ ને UCC અંગે સૂચનો મોકલી આપવા અપીલ કરી છે. સૂચનો-મંતવ્યો મોકલવાની આખરી તા.૨૪ માર્ચ હતી, જે હવે લંબાવી ને તા.૧૫ એપ્રિલ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે,રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે.સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓ ની વ્યક્તિગત દિવાની બાબતો નું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓ ની સમિક્ષા કરાશે.

આ મૂલ્યાંકન બાદ જરૂરિયાત ના આધારે સમિતિ કાયદાની રૂપરેખા સૂચવશે.આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓ નું મૂલ્યાંકન કરવા માટે સમિતિ એ ગુજરાતના રહેવાસી ઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓ ને તા ૧૫/૦૪/૨૦૨૫ ના રોજ અથવા તે પહેલાં તેમના મંતવ્યો, સૂચનો અને રજૂઆતો વેબપોર્ટલ https://uccgujarat.in/ પર અથવા ઈ-મેઈલ ucc@gujarat.gov.in મારફત અથવા બ્લોક નં.૧, એ-વીંગ, છઠ્ઠો માળ, કર્મયોગી ભવન, સેકટર-૧૦-એ, ગાંધીનગર ખાતે ટપાલ મારફત રજૂ કરવા અપીલ કરી છે.
સદ્દામ બી.ભટ્ટી









