ભરૂચ ના માંડવા નજીક આવેલ ટોલ બુથ પર ભરૂચ નું પાર્સિંગ ધરાવતા કાર માલિકો ને ટોલ ચુકવણી માંથી રાહત આપવામાં આવી છે.ધારાસભ્ય અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસોથી લોકહીતમાં નિર્ણય લેવામાં આવ્યો છે.ભરૂચ જિલ્લામાં માંડવા ટોલ નાકા ઉપર છેલ્લા એક સપ્તાહથી ફરીથી ટોલનાકા સંચાલકો દ્નારા ભરૂચ ના વાહનો માટે ની અલગ લાઈન હતી તેને બંધ કરી ફાસ્ટેગ લાઈનમાંથી વાહનો પસાર કરી ટોલ વસૂલાત કરવામાં આવતી હતી.

જેની રજૂઆત ધારાસભ્ય અને જિલ્લા વહીવટીતંત્રને મળતા તેમના પ્રયાસો થકી એનએચએઆઈ સાથે ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવાયો હતો. જેને અનુસંધાને આજ રોજ નર્મદાબ્રીજ ટોલપ્લાઝા માંડવાના મેનેજર શ્રી ગણેશ ઓસિવાલે માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે,એનએચએઆઈ અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ ધારાસભ્ય સાથે પરામર્શ થકી આજથી માંડવા ટોલ પ્લાઝા પર રાબેતા મુજબ GJ 16 પાસિંગ ધરાવતી ફોર વ્હીલ કાર ધારકોને હવે થી ટોલટેક્ષ આપવો નહી પડે.
સૈયદ અમજદ (બાપુ)









