વાગરા તાલુકા નાં વસ્તી ખંડાલી ગામના ભટ્ટી ફળીયા માં રહેતા ભટ્ટી મુનાફ ઈકબાલ ના સાત વર્ષ નાં દીકરા ભટ્ટી મોહમ્મદ તેમજ 3.5 વર્ષનો ભટ્ટી મદની એ એ પોતાના જીવનનો પ્રથમ રોજો રાખી ખુદા તઆલાની બંદગી કરી હતી.

હાલ મુસ્લિમ સમુદાય નો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે.બીજી તરફ કાળઝાળ ગરમીનો પ્રારંભ થયો છે.જેથી રોજાદારો ને તરસ નો સખત અહેસાસ થઈ રહ્યો છે તેવામાં પણ મુસ્લિમ સમાજના લોકો રોઝા રાખી અલ્લાહની બંદગી કરી પાંચ ફરજો પૈકી નો એક ખાસ ફરજ અદા કરી રહયા છે.આવા કપરા તાપ માં વસ્તી ખંડાલી ગામ ના ભટ્ટી મુનાફ ઈકબાલ ઈ ના બે પુત્રોઓ ભટ્ટી મોહમ્મદ તેમજ ભટ્ટી મદની એ પોતાના જીવનનો પ્રથમ રોઝો રાખી અલ્લાહની બંદગી ગુજારી હતી.

સાથે જ દેશમાં અમન અને શાંતિ તેમજ કૌમી ભાઈચારો જળવાઈ રહે તથા તમામ સંપ્રદાયના લોકો હળીમળીને રહે એ માટે વિશેષ દુઆ ગુજારી હતી. સાત વર્ષના ભટ્ટી મોહમ્મદ અને 3.5 વર્ષના ભટ્ટી મદની એ પોતાના જીવનનો પ્રથમ રોઝો રાખી અન્યો માટે પ્રેરણાદાયી બનવા પામી છે.બંને પુત્રોઓ એ જીવન નો પ્રથમ રોજો રાખતા પરિવારમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.પરિવારજનો એ બંને નાના રોજાદારો ને ખાસ મુબરકબાદી પાઠવી હતી.
સદ્દામ બી. ભટ્ટી વાગરા









