જંબુસરની ડાભા ચોકડી પાસે બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બાઇક ચાલક ઘટના સ્થળ છોડી રોકેટ ગતિએ ફરાર થઇ જતા સમગ્ર મામલે બીયરની હેરાફેરીની ચર્ચાએ જોર પકડ્યું છે. લોકચર્ચાઓ અનુસાર અકસ્માત સર્જનાર બાઈકચાલક બીયરની હેરાફેરી સાથે સંકળાયેલો હતો અને અકસ્માત બાદ બાઈક તથા બીયર સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.સદર ઘટનાએ જંબુસર પોલીસની કામગીરી અને કાયદાના અમલીકરણ સામે ગંભીર સવાલો ખડા કર્યા છે.

સૌથી મોટો સવાલ એ છે કે જો અકસ્માત બાદ બાઈકચાલક ફરાર થયો હોય અને તેની સામે બીયરની હેરાફેરીની શંકા વ્યક્ત થઈ રહી હોય તો પોલીસ દ્વારા અત્યાર સુધી બાઇક ચાલક વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી? શું પોલીસ આ ઘટનાથી અજાણ છે કે પછી સમગ્ર મામલે પોલીસ ઢાંક પિછોડો કરવા માંગે છે?અકસ્માત સર્જાયા બાદ ભાગી છુટેલ બાઈકનો નંબર GJ-16-BM-1836 હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ નંબરના આધારે વાહનમાલિક અને ચાલકની ઓળખ કરવી પોલીસ માટે ચપટી વગાડવા જેવું કામ છે ત્યારે બાઈકચલક હજી સુધી પોલીસ ની પહોંચ થી કોષો દૂર કેમ છે.??જો ખરેખર બીયરની હેરાફેરી થઈ રહી હતી તો તેની પાછળ કોણ સંડોવાયેલ છે? બીયર ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો?

હેરાફેરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? તેની પોલીસ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.દારૂબંધી ધરાવતા ગુજરાતમાં જો બીયરની હેરાફેરીની ચર્ચા વચ્ચે અકસ્માતની ઘટનાને સામાન્ય અકસ્માત ગણીને પોલીસ તંત્ર આંખ આડા કાન કરે તે બાબતે પોલીસ ની કામગીરી સામે શંકાની સોય તકાઈ રહી છે ત્યારે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે તેવી ફરિયાદ ઉઠી રહી છે.ત્યારે એ જોવું રહ્યું કે જંબુસર પોલીસ આ મામલે ખરેખર ગંભીરતા દાખવી ફરાર બાઈકચાલક સુધી પહોંચે છે કે પછી આ ઘટના પર પણ તપાસના નાટકના નામે પડદો પાડી દેવામાં આવશે..??

ડિજિટલ યુગ ન્યૂઝ, જંબુસર








