ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં રાજ્યમાં સમાન સિવિલ કોડ લાગુ કરવા માટે કરવામાં આવી રહેલ મથામણ વિરુદ્ધ મુસ્લિમ હિત રક્ષક સમિતિ ના બેનર હેઠળ મિટિંગ યોજવામાં આવી હતી.જેમાં ઉપસ્થિત સમાજના અગ્રણીઓ દ્વારા કાયદાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને તેની વિરુદ્ધ આગામી દિવસોમાં મુસ્લિમોને જાગૃત કરી લોકશાહી ઢબે લડત ચલાવવામાં આવશે નો નીર્ધાર વ્યકત કરાયો હતો.કાનૂની અને લોકશાહી ઢબે મુસ્લિમો તરફથી યુસીસીનો મજબૂત વિરોધ નોંધાવવા ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ કમિટી રચી શરિયત અને કાયદાના જાણકાર લોકોનો સમાવેશ કરાયો હતો.“ગુજરાત ટુડે” કાર્યાલય અમદાવાદ ખાતે યોજાયેલી સમિતિની બેઠકમાં એવો મત વ્યક્ત કરાયો કે, યુસીસી કમિટીનું સુકાન રંજના દેસાઈને સોંપવા સામે જ સૌ પ્રથમ વિરોધ છે.તા.૯ રવિવારે ગુજરાત ટુડે ના અમદાવાદ કાર્યાલય ખાતે ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિની એક બેઠક યોજાઈ હતી.જેમાં યૂનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) સામે મુસ્લિમોને જાગૃત કરીને લોકશાહી ઢબે લડત ચલાવવાનું નક્કી કરાયું હતુ.યુસીસીનો વિરોધ કરવા રચાયેલી સમિતિમાં કાનૂની અને શરિયતના જાણકાર લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.બેઠકમાં એવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, ઉત્તરાખંડમાં યુસીસી અંગેનું કામ સુપ્રીમ કોર્ટના જે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈને સોંપવામાં આવ્યું તેમને જ હવે ગુજરાતની યુસીસી અંગેની સમિતિનું સુકાન સોંપવામાં આવ્યું છે. યુસીસી અંગે રિપોર્ટ તૈયાર કરવા ગુજરાત સરકાર દ્વારા આ સમિતિની રચના કરવામાં આવી છે.

ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ આગામી દિવસોમાં યુસીસી સામે લડત આપવા એક્શન પ્લાન ઘડશે.
ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા આગામી દિવસોમાં યુસીસી સામે લડત ચલાવવા અંગેનો એક્શન પ્લાન ઘડવામાં આવશે.ઉકત બેઠકમાં મુસ્લિમ સમાજના કાયદાકીય નિષ્ણાતો, શરિયતના જાણકારો, સામાજિક આગેવાનો, રાજકીય અગ્રણીઓ અને સમાજના પ્રબુદ્ધ લોકો સામેલ થયા હતા. જેમણે એકીશૂરે યુસીસીનો વિરોધ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. અને પોતાની નક્કર રજૂઆત અને વિરોધ સમિતિ સુધી પહોંચાડવાનું મન બનાવ્યું હતું. સમિતિનો વિરોધ એ હતો કે,ઉત્તરાખંડમાં યુસીસી મુસદ્દો બનાવનાર રંજના દેસાઈ ગુજરાતમાં પણ એ જ કાયદા લાગુ કરી શકે છે,જે ઉત્તરાખંડમાં લાગુ કરવામાં આવ્યા છે. સમિતિ ના સભ્યો પૂર્વગ્રહપૂર્વક જ મુસદ્દો તૈયાર કરી શકે છે. જેમાં મુસ્લિમોની શરિયત પર સીધો હુમલો થઈ શકે છે. જો આ સમિતિ ખરેખર સમાનતામાં માનતી હોય તો સમિતિમાં મુસ્લિમ, શીખ, ખ્રિસ્તિ, આદિવાસી, પારસી લોકોનો સમાવેશ કરવો જોઈએ. સમિતિએ પહેલી મીટિંગ માં સરકારના પ્રિય અથવા શાસક પક્ષ તરફી વિચારધારા ધરાવતાં હોય તેવા લોકો સાથે કરી હતી. જેમાં એક વ્યક્તિ એવી હતી જે ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. સમિતિનું સુકાન પણ એવી વ્યક્તિને સોંપવામાં આવ્યું છે, જેથી આ સમિતિ થકી પ્રજા અને મુસ્લિમોને ન્યાય મળવાની સંભાવના નહિવત છે, એવો મત હિત રક્ષક સમિતિની બેઠકમાં વ્યક્ત કરાયો હતો.

UCC મામલે મુસ્લિમ હિત રક્ષક સમિતિ ની પ્રસ્તાવિત કાયદા વિરુદ્ધ ૧૦ અગત્યના મુદ્દા સાથે રજુઆત
ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રીશ્રી એ સમાન સિવિલ કોડની જરૂરિયાત અને મૂલ્યાંકન કરવા માટે સમિતિ નું ગઠન કરવાનું જાહેર કરેલ છે અને તેના અનુસંધાને નામદાર સુપ્રિમ કોર્ટના ન્યાયમુર્તિ (નિવૃત) શ્રીમતી રજંના દેસાઈ ના અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિ ધડીને તેને તે કાર્ય સુપુત્ર કરેલ છે. તેથી સદર સમિતિએ જાહેર અપીલ કરી રાજયના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સમાજીક જુથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહીત ગુજરાત સ્થિત સંસ્થાઓને મંતવ્ય, રજુઆતો અને સુચનાઓ રજુ કરવા માટે જાહેર અપીલ કરેલ છે. તેથી તે અનુસંધાને નીચે મુજબ નમ્ર રજુઆત છે કે……(૧) ભારતના બંધારણ ના અનુચ્છેદ ૪૪ મુજબ રાજ્ય એટલે કે ભારત સરકારે ભારતના સંપૂર્ણ ક્ષેત્ર માટે સમાન સિવિલ કોડ (યુ.સી.સી.) ટુંક માં લાગુ કરવા માટે પ્રયત્ન કરવાની જાગવાઈ છે. તેથી UCC આખા ભારત દેશમાં લાગુ કરવી હોય તો કરી શકાય અને ફકત કોઈ એક રાજ્યમાં ન કરી શકાય. જેથી ફકત ગુજરાત રાજય માટે યુ.સી.સી. લાગુ કરવું ગેરબંધારણીય છે.(૨) ભારતના બંધારણની રચના અને ગઠન કરવાની ચર્ચા-વિચારણામાં ડો. આબેંડકર સાહેબે મુસ્લિમ સભ્યોને એવુ આશ્વાસન આપેલ કે ભવિષ્યમાં ભારતના સંસદને અનુકુળ અને યોગ્ય લાગશે તો તેઓ યુ.સી.સી. લાગુ કરવા માટે કાયદો લાવશે અને તે કાયદો પણ મરજિયાત રહેશે અને ફરજિયાત રહેશે નહિં.(૩) ભારતના 21 માં લો-કમિશને ભારતના નાગરીકો પાસેથી તેમના મંતવ્ય મેળવયા બાદ રીપોર્ટ આપલે છે કે, આ તબક્કે ભારતમાં યુ.સી.સી. જરૂરી અને ઈચ્છનીય નથી અને ત્યારબાદ, 22 માં લો-કમિશને પણ યુ.સી.સી. ની જરૂરિયાત મુદ્દે લોકોનો મંતવ્ય મેળવ્યા છે અને તે પરત્વે કોઈ રીપોર્ટ પ્રસિધ્ધ કરેલ નથી. એટલે કે એ સાબિત થાય છે કે લો કમિશને પણ યુ.સી.સી. ની જરૂરીયાત વિષે કોઈ નિર્ણય લીધેલ નથી.(૪) તેમ છતાં ભારતીય જનતા પાર્ટીએ (ભાજપ) ઉત્તરાખંડ સરકારે યુ.સી.સી. જરૂરિયાત અને તેનું ગઠન કરી લાગુ કરવા માટે નામદાર સુપ્રિમ કોર્ટના ન્યાયમુર્તિ (નિવૃત) શ્રીમતી રજંના દેસાઈ અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરી યુ.સી.સી. કાયદાનું ગઠન કરવાની જરૂરીયાત માની કાયદાનુ ગઠન કરી તેની અમલવારી કરલે છે. પરંતુ સદર યુ.સી.સી. કાયદો આદિવાસી જનજાતિઓને તે લાગુ કરેલ નથી.(૫) ત્યારબાદ, હવે ગુજરાતની ભાજપા સરકારે પણ નામદાર સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયમુર્તિ શ્રીમતી રજંના દેસાઈ ની અઘ્યક્ષતામાં સમિતિની રચના કરી યુ.સી.સી. ની જરૂરીયાત અને ગઠન કરવા કવાયત ચાલુ કરેલ છે.(૬) આમ ઉપરોકત હકિકત ના અનુસંધાને અમારી રજુઆત છે કે, ગુજરાતના ભાજપા સરકારની યુ.સી.સી. ની જરૂરીયાત અને ગઠન કરવા કવાયત ગેરબંધારણીય, દ્રેષ અને બદદાનત ભરેલી અને ફકત મુસ્લિમો ને હેરાન-સતાવવા કરવાના ઉદેશ થી કરેલ છે.(૭) તે સિવાય પણ ગુજરાત રાજયમાં યુ.સી.સી, કે તેવા કાયદા લાવવાની જરૂરીયાત વિષે પણ કોઈ સર્વે કે તપાસ કરવામાં આવેલ નથી. તેથી તે પણ લો કમિશન ના રીપોર્ટ વિરૂધ્ધ છે.(૮) વધુમાં આવી યુ.સી.સી. કાયદાના કવાયતથી ભારતના બંધારણ મુજબ અમો મુસ્લિમો ને ધર્મ પર અમલ કરવાની અનુચ્છેદ 25, 26, 28 અને 29 ની જે સવત્રંતતા આપવામાં આવેલ છે તે બંધારણીય હકોનું ઉલ્લઘંન થાય છે.જેથી અમારી ભાર પૂર્વક અરજ છે કે, સદર યુ.સી.સી. કાયદા માટેની કવાયત તાત્કાલિક રદ કરવી જોઈએ અને તેનો અમે સખત વિરોધ કરીએ છીએ.
ડિજિટલ યુગ ન્યૂઝ અમદાવાદ









