ધી દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલના શિક્ષક ઇલ્યાસ ચિથરાનું નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચના દયાદરા ની ધી દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલના શિક્ષક ઇલ્યાસ ચિથરાનું નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. ધી દયાદરા એજ્યુકેશન સોસાયટી સંચાલિત દયાદરા હાઇસ્કૂલ ખાતે અચળ સમર્પણ, શિસ્ત અને ઉત્કૃષ્ટ શૈક્ષણિક સેવાઓ આપનાર કેળવણીકાર ઇલ્યાસ ચિથરાનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.શાળામાં ૨૯ વર્ષ અને ૪ મહિનાની લાંબી તથા મૂલ્યવાન સેવાઓ આપી નિવૃત્ત થતા ઇલ્યાસ પટેલના સન્માન અર્થે સંસ્થા દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

એમ.એ.બી.એડ.ની ઉચ્ચ શૈક્ષણિક પદવી ધરાવતા ઇલ્યાસ ભાઈએ પોતાના કાર્યકાળ દરમિયાન માત્ર વર્ગખંડ પૂરતું જ્ઞાન જ નથી આપ્યું, પરંતુ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતર અને સંસ્કાર સિંચનમાં અગત્યનો ભાગ ભજવ્યો છે. તેમણે ત્રણ દાયકા જેટલા સમયમાં વિદ્યાર્થીઓની અનેક પેઢીઓને પ્રેરણા આપીને દેશના જવાબદાર અને આદર્શ નાગરિક બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.વિદાય કાર્યક્રમ દરમિયાન સંચાલક મંડળ, પ્રિન્સિપાલ, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓએ ઇલ્યાસભાઈ ના શાંત સ્વભાવ, વ્યવસાયિક નિષ્ઠા અને માર્ગદર્શક ભૂમિકાને બિરદાવી હતી.પોતાના નિવૃત્તિના દિવસે પણ શાળા પ્રત્યેનો પ્રેમ દર્શાવતા ઇલ્યાસ ચિથરાએ ‘ધી દયાદરા એજ્યુકેશન સોસાયટી’ને ₹૩૦,૦૦૦નું દાન અર્પણ કર્યું હતું. તેમની આ ઉમદા ભાવના અને શ્રેષ્ઠ વિરાસત બદલ સંસ્થાએ હૃદયપૂર્વક તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમના અંતે સંસ્થા અને શાળા પરિવાર દ્વારા ઇલ્યાસ ચિથરાને તેમની નિવૃત્તિ બાદનું જીવન ઉત્તમ સ્વાસ્થ્ય, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં હતી.નિવૃત્તિ વિદાય સમારંભ ટાણે ધી દયાદરા એજયુકેશનલ સોસાયટીના પ્રમુખ શબ્બીર ઘંટીવાલા,નિવૃત્ત આચાર્ય હાફેજ સાદિક પટેલ,મુસ્તાક અકુજી,ઇબ્રાહિમ બાજીભાઈ,મુસ્તાક તાંદરજા વાલા તેમજ સીરાજ ગાડીવાલા ખાસ ઉપસ્થિત રહયા હતા

અમજદ સૈયદ 

 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!