ભરૂચ જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનો માટે ૨૩ ઓક્ટોબરે ઝઘડિયા ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો યોજાશે….!!!!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનો માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભરૂચ દ્વારા આગામી તા. ૨૩ ઓક્ટોબરના રોજ ઝઘડિયા ખાતે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં વિવિધ ક્ષેત્રોની કંપનીઓ ભાગ લેશે, જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગાર મેળવવાની તક મળશે. ભરતી મેળો શુક્રવાર, તા. ૨૩ ઓક્ટોબર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ITI, ઝઘડિયા ખાતે યોજાશે. આ મેળામાં સુયોગ લાઇફ સાયન્સ પ્રા. લિ., રવિરત્ન મોટર્સ પ્રા. લિ., યુનિક ટેકનો સર્વિસીસ પ્રા. લિ., સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિ., મહંસરીયા ટાયર્સ પ્રા. લિ., યુવાશક્તિ ફાઉન્ડેશન, LIC ઓફ ઇન્ડિયા, MRF લિ., બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિ. તથા રાહુલ ફેરોમેટ એન્ડ એન્જિનિયરિંગ પ્રા. લિ. જેવી કંપનીઓ ભાગ લેશે.

ધોરણ ૧૦ (SSC) પાસ

ધોરણ ૧૨ (HSC) પાસ

ITI પાસ – કોઈપણ ટ્રેડ

ડિપ્લોમા અને BE – કેમિકલ

B.Sc. અને M.Sc. – કેમિસ્ટ્રી

કોઈપણ વિષયમાં સ્નાતક થયેલા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઈ રોજગારી મેળવી શકે છે.તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભરૂચ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!