ભરૂચ જિલ્લાના ખેડૂત આગેવાનોનું વિવિધ માંગણીઓ સંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લાના ખેડૂત આગેવાનોએ વિવિધ માંગણીઓ સંદર્ભે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ભરૂચ જિલ્લા ખેડૂત આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઈને ખેડૂત આગેવાનો સહિત ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.દરમિયાન ખેડૂત આગેવાનોએ ખેડૂતોને લગતા વિવિધ મુદ્દાઓ અંગે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી. ખેડૂતોના પ્રશ્નો, હક્કો અને માંગણીઓ અંગે વિગતવાર ચર્ચા કરી યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી.

ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નો અંગે તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક વિચારણા કરી ખેડૂતોને રાહત મળે તે રીતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉચ્ચારી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી પોલીસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

જમીન જ ન રહે તો સરકાર ની યોજનાઓ શુ કામ ની….??? : : સાનિયા હવેલીવાલા

ભરૂચ તાલુકા ના કહાન ગામની ખેડૂત દીકરી એ સરકારની અન્યાય ભરી નીતિ સામે હુંકાર ભરતા જણાવ્યુ હતુ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગમે એટલુ બનાવવામાં આવે પણ એ ખેડૂતોને પાયમાલ કરનારું હોય તો એ વિકાસ નહિ વિનાશ જ છે.સરકાર આટલે થી સમજી જાય તો સારું છે.અન્યથા હવે ખેડૂતો ચૂપ બેસવાના નથી.આજે ભરૂચ સુધી જઈએ છે.પછી ગાંધીનગર સુધી જઇ પોતાનો પરચો બતાવીશું.જરૂર પડ્યે દિલ્હી સુધી જતા પણ ખચકાઈશું નહિ.

ખેડૂત નહિ હોય તો તમારી ખુરશી પણ સલામત નહિ રહે :: નરેન્દ્રભાઈ પટેલ (કાજી)

 

ખેડૂતોના આંદોલન ટાણે ઉપસ્થિત આમોદના કોંગી અગ્રણી નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો સાથે નો અન્યાય ક્યારેય સહન નહિ કરીએ.તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ખેડૂત નહિ હોય તો તમારી ખુરશી પણ સલામત નહિ રહે.આમોદ તાલુકા ના કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાજીએ ખેડૂતો ના પ્રાણપ્રશ્નો મામલે ભારે આક્રોશ ઠાલવ્યો હતો.તેમણે જણાવ્યુ હતુ કે ખેડૂતો સાથે નો અન્યાય ક્યારેય સહન નહિ કરીએ.ખેતી પ્રધાન દેશમાં ખેડૂત નહિ હોય તો તમારી ખુરશી પણ બચવાની નથી.ખેડૂતોને મારશો તો તમે મરવાનાજ છો.જો સરકાર ખેડૂતોના હિત માં નિર્ણય નહિ લે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.અને સરકાર ને ઝુકાવીને જ રહીશું.તેમણે પ્રસાર માધ્યમો સાથે વાતચીત કરતા સરકાર સામે ભારે રોષ ઠાલવ્યો હતો.તેઓએ પોલીસને ભાજપ ની દલાલ ગણાવી હતી.

ડિજિટલ યુગ ન્યૂઝ,ભરૂચ 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!