મુસાફરને બસમાંથી ઉતારી દેવાની ધમકી આપનાર જંબુસર ડેપોની મહિલા કંડક્ટર સામે આખરે ચાર્જશીટ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મુસાફરને બસમાંથી ઉતારી દેવાની ધમકી આપી બેહૂદુ વર્તન કરનાર જંબુસર ડેપોની મહિલા કંડક્ટર સામે આખરે ચાર્જશીટ કરવામાં આવતા એસટી વિભાગના કર્મચારીઓમાં સોપો પડી જવા પામ્યો છે.મુસાફર સાથેના અસભ્ય અને બેફામ વર્તનનો પડઘો પડ્યો હોવાની ચર્ચાઓએ ભરૂચના એસટી ડિવિઝનમા ભારે ચકચાર જગાવી દીધી છે.મુસાફર ની ફરિયાદને પગલે એસટી તંત્રે વિભાગીય કાર્યવાહીનો ચાબુક ચલાવ્યો હોવાની લાગણી પ્રસરી જવા પામી છે.ટિકિટ લેવાની નજીવી બાબતે મુસાફરને બસમાંથી ઉતારી દેવાની ધમકી આપી અસભ્ય વર્તન કરનાર જંબુસર ડેપોની મહિલા કંડક્ટર સામે એસટી વિભાગે ચાર્જશીટ ફટકારી વિભાગીય કાર્યવાહી શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે તા.૭ જુલાઈના ના રોજ જંબુસર એસટી ડેપોના મહિલા કંડકટર ની મુસાફરને બસમાંથી ઉતારી દેવાની ધમકી અને મનસ્વી વર્તણુંક અંગે કંડકટર વિરુદ્ધ મુસાફર દ્વારા વિડિઓ પુરાવા સાથે ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી.જંબુસરથી ભરૂચ જતી એસટી બસમાં મહિલા કંડક્ટર દ્વારા ટીકીટ બાબતે રકઝક થતા મુસાફરને બસમાંથી ઉતારી દેવાની ધમકી આપી દાદાગીરી કરવામાંઆવી હતી.જંબુસર થી ભરૂચ જતી જીજે ૧૮ ઝેડ ૭૯૩૪ નંબર ની બસમાં મુસાફરે એસટી બસમાં મહિલા બસ કંડકટર પાસે ટીકીટ માંગતા તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા.અને અસભ્ય અને તોછડું વર્તન કરી મુસાફરને બસમાંથી ઉતારી દેવાની ધમકી આપી હતી.વધુમાં કંડકટર બધા પેસેન્જરો ની વચ્ચે એલફેલ ભાષામાં ગમે તેમ વાણીવિલાસ કરવા લાગ્યા હતા.એક તબક્કે મહિલા કાંડક્ટરે ટીકીટ માંગનાર મુસાફરને ટીકીટ આપવાનો પણ નન્નો ભણી દીધો હતો.સાથે જ દ્રાઈવર ને કહી બસ થોભાવીને બસમાંથી નીચે ઉતારી દો તેવી જબરદસ્તી પણ કરી હતી.જેથી માથાભારે અને મુસાફરો ને રંજાડનાર સદર મહિલા બસ કર્મી વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાય તે માટે મુસાફર દ્વારા ઉચ્ચ કક્ષાએ ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી.ફરિયાદની સાથે મહિલા બસ કાંડક્ટરનો દાદાગીરી કરતો વિડીઓ પણ ઉચ્ચ અધિકારીને મોકલવમાં આવ્યો હતો.હાલ એસટી સૂત્રો થકી મળેલ માહિતી મુજબ ચાર્જશીટ બાદ મહિલા કંડકટર વિરુદ્ધ ખાતાકીય કડક કાર્યવાહીના એંધાણ વર્તાઈ રહયા છે.મુસાફરો સાથે તોછડાઈ પૂર્વક વર્તન કરતા એસટીના કર્મીઓ માટે સદર ઘટના નશયતરૂપ સાબિત થશે તેમાં કોઈ બે મત નથી.

ડિજિટલ યુગ ન્યૂઝ,જંબુસર 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!