ભરૂચ તાલુકાના ત્રાલસાની શ્રી ઝેડ જે પટેલ સાર્વજનિક હાઈસ્કુલ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.”પ્રગતિનો પ્રવેશોત્સવ”અંતર્ગત ભરૂચના નાયબ કલેકટર એમ એન મનાણી ની અધ્યક્ષતામાં શ્રી ઝેડ જે પટેલ સાર્વજનિક હાઈસ્કુલ માં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

આ તબક્કે સ્પેશિયલ એજ્યુકેટર હિમાંશુ શાહ, શાળા પ્રમુખ કિર્તીભાઇ પટેલ, માજી પૂર્વ પ્રમુખ, ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ, ઇન્ચાર્જ આચાર્ય હસમુખભાઈ, પ્રાથમિક વિભાગ આચાર્ય જીતેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહયા હતા. પ્રાથમિક વિભાગ ધો ૧ અને માધ્યમિક વિભાગ ધો ૯ અને ધો – ૧૧ના બાળકોનો વિદ્યાપ્રવેશ કરાવવામાં આવ્યો હતો.કાર્યક્રમના અધ્યક્ષ એમ એન માણાની મેડમ દ્વારા બાળકોને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નું મહત્વ સમજાવી વધુ સારા અભ્યાસ માટે આશિષ વચન પાઠવ્યા હતા.

સાથે જ બાળકોના શૈક્ષણિક વિકાસ ને લઈને શાળા કક્ષાએ જરૂર મદદ કરી કાયમ માટે શિક્ષણરૂપી જ્યોત પ્રજ્વલિત રહે તે માટે યોગદાન આપવા સૂચવ્યું હતું.આ પ્રસંગે ડેપ્યુટી કલેકટર માનાણી મેડમ દ્વારા શાળા સંકુલ ખાતે વૃક્ષારોપણ હાથ ધર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે યોજાતો આ પ્રવેશોત્સવ ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણ (કન્યા કેળવણી)ને પ્રોત્સાહન આપવા માટે એક મોટું અને પ્રેરણાદાયી અભિયાન છે.

શાળા ટ્રસ્ટી મંડળ તેમજ શાળા પરિવાર દ્વારા શાળા પ્રવેશોત્સવના મુખ્ય અધ્યક્ષ અને અતિથિ વિશેષ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









