દહેજ :: વિલોવુડ કંપની દ્વારા યોજાયેલ રક્તદાન શિબિર મા કર્મચારીઓ અને સ્થાનિકોનું ઉત્સાહભેર રક્તદાન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના દહેજ ની વિલોવુડ કંપની દ્વારા યોજાયેલ રક્તદાન શિબિર મા કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.દહેજ ઉદ્યોગ વિસ્તારમાં આવેલ વિલોવુડ કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં કર્મચારીઓ, અધિકારીઓ તેમજ સ્થાનિક યુવાનો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવ્યું હતું.

કેમ્પનું આયોજન યુનિટી બ્લડ બેંક, ભરૂચના સહયોગથી કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર દાતાઓની તબીબી તપાસ બાદ સુરક્ષિત રીતે રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાન દ્વારા અનેક દર્દીઓના જીવન બચાવવામાં મદદરૂપ થવાની ભાવના સાથે મોટી સંખ્યામાં લોકો આગળ આવ્યા હતા.આ પ્રસંગે કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું કે રક્તદાન એ માનવસેવાનું શ્રેષ્ઠ કાર્ય છે અને સમાજમાં રક્તની અછત દૂર કરવા માટે આવા કાર્યક્રમો અત્યંત જરૂરી છે. કેમ્પ દરમિયાન રક્તદાતાઓને પ્રમાણપત્ર અર્પણ કરવા સાથે તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

રક્તદાન કેમ્પ સફળ બનાવવા માટે બ્લડ બેંકની ટીમ, કંપનીના કર્મચારીઓ અને સ્વયંસેવકોની કામગીરી પ્રશંસનીય રહી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ લાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!