વાગરાના વિલાયતની ગ્રાસીમ કેમિકલ ખાતે લુબ્રિઝોલ યુનિટનું લોકાર્પણ યોજાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સ્થાનિક આગેવાનો અને પ્રજાની ઘોર ઉપેક્ષા……..!!!!

વાગરાના વિલાયત GIDC વિસ્તારમાં આવેલ ગ્રાસીમ કેમિકલ વિભાગમાં લુબ્રિઝોલ યુનિટના લોકાર્પણને લઈને સ્થાનિક સ્તરે ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે.હાઈ-પ્રોફાઈલ ઉદ્ઘાટન કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, અને પ્રજાની સદંતર ઉપેક્ષા કરવામાં આવી હોવાની બુમો ઉઠી છે.સ્થાનિક જનપ્રતિનિધિઓ કે આગેવાનોને યોગ્ય સ્થાન કે આમંત્રણ ન મળતાં “સ્થાનિક પ્રજાની અવગણના” થઈ રહી હોવાનો સૂર ઉઠ્યો છે.વાગરા તાલુકાના વિલાયત ઔદ્યોગિક એસ્ટેટ ખાતે આદિત્ય બિરલા ગ્રુપ સંચાલિત ગ્રાસીમ કેમિકલ ડિવિઝનમાં નવનિર્માણ પામેલ લુબ્રિઝોલ કંપનીના લોકાર્પણ ટાણે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પધારનાર છે.

ત્યારે આ શુભ અવસરના સાક્ષી બનવા સ્થાનિક આગેવાનો અને પ્રજામાં થનગનાટ જોવા મળી રહ્યો છે.તેવા સમયે આ લોકોની જ અવગણના કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.સ્થાનિક પ્રજા અને આગેવાનો ની બાદબાકી વચ્ચે મુખ્યમંત્રીને આવકારવા માટે તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે પહોંચી ચુકી છે.ઉલ્લેખનીય છે કે લુબ્રિઝોલ અને ગ્રાસીમ ક્લોરકેમ ડિવિઝનના સંયુંક્ત ઉપક્રમે વિલાયત ખાતે નવનિર્મિત લુબ્રિઝોલ યુનિટ વાર્ષિક ૧ લાખ મેટ્રિક ટન cpvc રેઝીન નું ઉત્પાદન કરશે.ત્યારે Cpvc ની ઉત્પાદન પ્રક્રિયા ખૂબ જટિલ અને સંવેદનશીલ હોવાની માહિતી મળી રહી છે,કારણ કે ઉત્પાદન પ્રક્રિયાને પગલે તેમાંથી ટોક્સિક ગેસ નીકળતો હોય છે.જે માનવજાત સહિત સજીવસૃષ્ટિ માટે નુકસાનકારક મનાય છે.વધુમાં જો ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન યોગ્ય તકેદારી રાખવામાં ન આવે તો સલામતી અને પર્યાવરણ ને હાનિકર્તા જોખમો ઉભા થવાની દહેશત પણ વર્તાઈ રહી છે.આવા જોખમી પ્લાન્ટનું ગુજરાતના નાથના વરદ હસ્તે ઉદ્દઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે પ્રજામાં આવા ભયાનક યુનિટને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર આવનાર યુનિટ વિશ્વના cpvc ઉત્પાદકોમાં સહુથી મોટા યુનિટોમાંથી એક હોવાની વિગતો સૂત્રો થકી પ્રાપ્ત થઈ છે.અત્રે નોંધપાત્ર છે કે ગ્રાસીમ કેમિકલ યુનિટના હેડ ની મનસ્વી કાર્યપ્રણાલી ને કારણે લોકાર્પણ કાર્યક્રમમાં લોકો તેમજ અગ્રણીઓ તથા કંપની કામદારો,આસપાસની કંપનીના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો,નજીકના ગામોના સરપંચોની બાદબાકી ને કારણે પંથકની પ્રજામાં ભારે આક્રોશની સાથે નારાજગી પ્રવર્તી જવા પામી છે.

ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ તેમજ લુબ્રિઝોલ ના સહયોગથી નિર્મિત CPVC ના જોખમો

વિલાયતજીઆઇડીસી ખાતે આવેલ ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લુબ્રિઝોલ ઇંડિયાના સહયોગથી CPVC પ્લાન્ટની સ્થાપના કરવામાં આવેલ છે. પ્લાન્ટનું નિર્માણ કાર્ય હાલ પૂર્ણ થયું છે અને આગામી દિવસોમાં ઉત્પાદનકાર્ય પણ શરૂ થશે. ઉત્પાદન શરૂ થતા જ વિવિધ પ્રકારના રોજગાર અવસરો ઊભા થશે.નોધનીય બાબત છે કે cpvc ના ઉદપાદનમા વપરાતું VCM (વિનાઇલ ક્લોરાઇડ મોનોમર) એ માનવજાતમાં કેન્સર પેદા કરનાર એક જાણીતો પદાર્થ (કાર્સિનોજન) છે, જે લીવર એન્જિયોસારકોમા, મગજના કેન્સર અને ન્યુરોલોજીકલ સમસ્યાઓ સાથે જોડાયેલો છે. તદુપરાંત ક્લોરિન ગેસ નો ઉપયોગ પણ આસપાસ ના વિસ્તાર મા વસવાટ કરતા લોકો તથા પર્યાવરણ માટે હાનિકારક સાબિત થઈ શકે તેમ છે .

ડિજિટલ યુગ ન્યૂઝ,વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!