ભરૂચ જિલ્લાના પત્રકારો ના હિત માટે કાર્યરત ભરૂચ એક્ટિવ જર્નાલિસ્ટ એસોસિએશને ૧૨ વર્ષની મજલ કાપી ૧૩માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હતો.BAJA ની વાર્ષિક સામાન્ય સભામાં દિનેશ અડવાણીની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.ભરૂચ જિલ્લામાં વિવિધ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં સક્રિય રીતે ફરજ બજાવતાં પત્રકારો, કેમેરામેનોનું ભરૂચ સક્રિય પત્રકાર સંઘના નામે એક ખાસ સંગઠન છેલ્લાં ૧૨ વર્ષથી સતત કાર્યરત છે.

ભરૂચ એક્ટિવ જર્નાલિસ્ટ એસોસીએશન દ્વારા અત્યાર સુધી વિવિધ પ્રકારના સેવાકાર્યો કરવામાં આવ્યાં છે. જેમાં શહેરના ગરીબ વિસ્તારમાં મેડિકલ કેમ્પ, આંખોનો કેમ્પ, વૃક્ષારોપણ, સ્વચ્છતા જાગૃતિ સહિતના અનેક પ્રકારના કાર્યો થકી લોકોની સેવાની સાથે સાથે લોક જાગૃતિના પણ વિવિધ કાર્યક્રમોને સફળતાં પુર્વક પાર પાડ્યાં છે. ત્યારે શનિવારે ભરૂચની ગંગોત્રી હોટલમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘની ૧૩મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાભરના અને ભરૂચ સક્રિય પત્રકાર સંઘ સાથે જોડાયેલાં પત્રકારોએ ખાસ હાજરી આપી હતી.

સામાન્ય સભામાં અગાઉની સામાન્ય સભામાં લેવાયેલાં નિર્ણયોની ચર્ચા અને તેની બહાલી આપવામાં આવી હતી.ઉપરાંત કારોબારીની બેઠકમાં મળેલાં મુદ્દાઓને લઇને પણ ચર્ચા વિચારણા કરી તેને પણ બહાલી આપવામાં આવી હતી.સંસ્થાના આગામી ટર્મના પ્રમુખ માટેની ચૂટણીનું આયોજન કરવામાં આવતાં પૂર્વ પ્રમુખ દિનેશ અડવાણીએ દાવેદારી નોંધાવી હતી.જોકે, તેમની સામે અન્ય કોઇ એ દાવેદારી નહીં કરતાં હાજર સભ્યોની સર્વસંમતિથી તેઓની પુન: પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. દિનેશ અડવાણીએ તેમના પર વિશ્વાસ મુકી તેમને પુન: પ્રમુખની જવાબદારી સોંપવામાં આવતાં સર્વ સભ્યોનો આભાર માન્યો હતો.
Digital yug news, bharuch
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755








