ભરૂચ ખાતે એકતા ટ્રસ્ટ દ્વારા નોટબુક વિતરણ તેમજ તેજસ્વી છાત્રોનું સન્માન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચમાં એકતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એકતા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે નોટબુક વિતરણ તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનવા બહુમાન કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને વિદ્યાર્થીઓને વધુ મહેનત માટે પ્રેરણા આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.ઉક્ત કાર્યક્રમ માટે નોટબુક વિતરણના દાતા તરીકે કિસાન વિકાસ સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદસિંહ રાણા, રશીદ ખુશાલ અને શાળાના ટ્રસ્ટી હાફિઝ શેખનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત અલી પટેલ, એકતા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હફીઝ શેખ, ઈલ્યાસ ઘીવાલા, સૈયદ જેનુદ્દીન,યોસીના શેખ તથા શીરીનબેન સૈયદ સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત એકતા વિદ્યાલયની ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ગીત રજૂ કરીને કરવામાં આવી હતી.

ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન અરવિંદસિંહ રાણાએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું સાથે જ જીવનમાં સફળતા મેળવવા માટે સતત મહેનત,શિસ્ત અને સમર્પણ સાથે અભ્યાસ કરવાની અપીલ કરી હતી. આ પ્રસંગે એકતા વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓમાંથી ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષામાં ડિસ્ટિંકશન સાથે સફળતા મેળવનાર પાંચ વિદ્યાર્થીનીઓનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે આ તમામ પાંચેય વિદ્યાર્થીનીઓએ બાલમંદિરથી લઈને ધોરણ 8 સુધીનું ગુણવત્તાસભર ભણતર એકતા સ્કૂલમાં પૂરું કરી પાયો મજબૂત કરી આજે ડિસ્ટન્ક્શન મેળવી શાળાનું અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. આ સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી હાફિઝ શેખના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના સભ્યો, શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે આવા લોકઉપયોગી અને પ્રેરણાદાયી કાર્યક્રમો ભવિષ્ય માં પણ યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

 

ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ 

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!