ભરૂચ ખાતે આજથી SSC અને HSC ની પૂરક પરિક્ષાઓ નો પ્રારંભ,૪૮૫૨ છાત્રો પરીક્ષા આપશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ ખાતે આજથી એસ.એસ.સી અને એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બેસ્ટ ઓફ ટુ એટલે કે પૂરક પરીક્ષાઓ નો પ્રારંભ થઈ રહ્યો છે.SSC માં કુલ નવ બિલ્ડીંગમાં ૮૮ બ્લોકમાં ૨૫૧૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જ્યારે HSC સામાન્ય પ્રવાહમાં છ બિલ્ડિંગમાં ૫૧ બ્લોકમાં ૧૪૮૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.તેમજ વિજ્ઞાન પ્રવાહમાં પાંચ બિલ્ડીંગમાં ૪૪ બ્લોકમાં ૮૪૯ વિદ્યાર્થીઓ મળીને કુલ ૨૦ બિલ્ડિંગમાં ૪૮૫૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઝંપલાવશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આ તમામ પરીક્ષાઓ ભરૂચ શહેર ખાતે જ યોજાશે. એટલે કે જિલ્લા કક્ષાએ જ આ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાની તમામ પૂર્વ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.છાત્રો નિર્ભય રીતે શાંતિપૂર્ણ માહોલમાં એકાગ્રતા સાથે પરિક્ષા આપી શકે તે માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતિની બેઠક પણ યોજાઈ હતી. પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા માટે સંબંધિત તંત્ર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી આ સત્રથી જ તેમના આગળના અભ્યાસક્રમને રાબેતા મુજબ કરી શકશે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!