દિલ્હી મુંબઈ એક્સ્પ્રેસ વે ટેન્કરમાં ભીષણ આગથી અફરાતફરી 

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરા જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર કરજણ તાલુકાના સાપા, બોડકા ગામ વચ્ચે ટેન્કરમાં ભીષણ આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેપર સાપા, બોડકા ગામ વચ્ચે સાંજના સમયે એક ટેન્કરમાં અચાનક ભીષણ આગ ભભુકી ઉઠી હતી. ત્યારબાદ ટેન્કરમાં બ્લાસ્ટ પણ થયો હતો. ભીષણ આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉચે ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.ઘટનાની જાણ ૧૧૨ દ્વારા કરજણ ફાયર ટીમને થતા કરજણથી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. લાગેલી આગમાં ટેન્કર બળીને ખાખ થઈ જવા પામ્યું હતું. સદનસીબે કોઈ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આગની જાણ થતા ઘટના સ્થળે લોકટોળા એકત્ર થયા હતા.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!