વાગરા: સાયખા GIDCમાં લેન્ડ માફિયા જેવી જોહુકમી, ગેરકાયદે બોર્ડ મારી પશુપાલકોને ધમકાવવાનું કાવતરું, વહીવટી તંત્ર મૌન કેમ?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાગરા તાલુકાના સાયખા અને વિલાયત GIDC વિસ્તારમાં જાણે લોકશાહીનું નહીં પણ કોઈ અજ્ઞાત તત્વોનું શાસન ચાલતું હોય તેવી ચોંકાવનારી વિગતો સામે આવી છે. આમ આદમી પાર્ટીના દીપક પટેલ દ્વારા મામલતદારને લખાયેલા આકરા આવેદનપત્રથી ઉદ્યોગ જગત અને વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કોઈ પણ સરકારી સહી, સિક્કા કે ઓર્ડર નંબર વગરના ગેરકાયદે બોર્ડ મારી દેવામાં આવ્યા છે, જેમાં પશુપાલકોના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. એટલું જ નહીં, આ બોર્ડમાં કોઈ પણ ઘટના બને તો તેની જવાબદારી પશુપાલકની રહેશે જેવી એકતરફી અને જોહુકમી ભરેલી શરતો લખીને ગરીબ ગ્રામજનોને માનસિક રીતે ડરાવવાનો હીન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે વિસ્તારમાં હજુ પણ 70% જમીન ખેતી હેઠળ છે અને જ્યાં કોઈ બાઉન્ડ્રી વોલ કે સુરક્ષા વ્યવસ્થા નથી, ત્યાં અચાનક આવા ફતવા બહાર પાડવા તે સ્થાનિકોની આજીવિકા છીનવી લેવાનું સુનિયોજિત કાવતરું હોવાનું જણાય છે.

આ મામલો માત્ર બોર્ડ પૂરતો સીમિત નથી, પણ અહીં પર્યાવરણના નામે ખુલ્લેઆમ ઝેર ઓકવામાં આવી રહ્યું છે. સાયખા GIDCમાં કેમિકલયુક્ત ઝેરી પાણી જાહેરમાં છોડીને જળ અને જમીનને બરબાદ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. વારંવારની રજૂઆતો અને મીડિયામાં અહેવાલો ચમક્યા હોવા છતાં, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ લાગે છે. શું તંત્ર આ ઉદ્યોગપતિઓના દબાણ હેઠળ છે? કે પછી પશુપાલકો અને ખેડૂતોના હિતોનું બલિદાન આપી દેવામાં આવ્યું છે? એવો વેધક પ્રશ્ન જનતા પૂછી રહી છે. જો સત્વરે આ ગેરકાયદે બોર્ડ હટાવવામાં નહીં આવે અને ઝેરી પાણી છોડતી કંપનીઓ સામે કડક પગલાં નહીં લેવાય, તો આગામી સમયમાં આ જનતાનો રોષ ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તેવી ચીમકી અપાઈ છે.

ડિજિટલ યુગ ન્યૂઝ, વાગરા 

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!