ભરૂચના શુક્લતીર્થ ખાતે યોજાનાર બે દિવસીય શુક્લતીર્થ ઉત્સવ-૨૦૨૬ના આયોજન અર્થે સર્વગ્રાહી સમિક્ષા બેઠક યોજાઈ હતી.જેમાં અમલીકરણ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા હતા.સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અન્વયે સુપ્રસિધ્ધ પવિત્ર યાત્રાધામ ભરૂચના શુક્લતીર્થ ખાતે તા.૭ અને ૮ માર્ચ એમ બે દિવસીય ઉત્સવન્ં આયોજન કરાયું છે. આ હેતુસર ભરૂચ પ્રાંત અધિકારી મનિષા મનાણીના અધ્યક્ષસ્થાને આયોજનના સ્થળે સર્વગ્રાહી સમિક્ષા અર્થે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે, ઉપસ્થિત અમલિકરણ અધિકારીઓને ઉત્સવ અંગેના આયોજન અંગે સુચારૂ વ્યવસ્થા થાય તે માટેના જરૂરી સૂચનો તથા માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. વધુમાં તેમણે લાઈઝનીંગ ડીપાર્ટમેન્ટની કામગીરી અને જરૂરી વ્યવસ્થા બાબતે સર્વગ્રાહી સમિક્ષા કરી હતી. આ ઉત્સવ ભરૂચના લોકો માટે યાદગાર બની રહે તેવા પ્રયત્નો તંત્ર કરે તેવી હાંકલ પણ કરી હતી.ઉક્ત મિંટીંગમાં અમલીકરણ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ડિજિટલ યુગ ન્યૂઝ, ભરૂચ









