ભરૂચ જિલ્લામાં આગામી તા.૮ થી ૧૪ માર્ચ દરમિયાન વિશ્વ ઝામર સપ્તાહ ઉજવાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભરૂચ જિલ્લામાં આગામી તા.૮ થી ૧૪ માર્ચ દરમિયાન વિશ્વ ઝામર સપ્તાહ ની ઉજવણી કરવામાં આવનાર છે.ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આગામી ૮ થી ૧૪ મી માર્ચ દરમિયાન સમ્રગ રાજ્યમાં વિશ્વ ઝામર સપ્તાહની “Uniting For a Glaucoma-Free World” ના વિષય ઉપર ઉજવણી કરવામાં આવનાર છે. ભરૂચ જિલ્લામાં કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જીલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના માર્ગદર્શન હેઠળ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી તથા મુખ્ય જીલ્લા તબીબી અધિકારીના નેજાહેઠળ આરોગ્ય વિભાગ અને એનજીઓ દ્નારા રાષ્ટ્રીય અંધત્વ અને દ્વષ્ટ્રી ખામી નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આંખને લગતા વિવિધ રોગોનું સમયસર નિદાન તથા નિષ્ણાંતો દ્વારા જરૂરી સારવાર મળી રહે તે અંગેનું તાલુકાવાર આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં આગામી તા.૧૦ માર્ચના રોજ હાંસોટ સામુહિક આરોગ્ય કેન્દ્વ ખાતે, તા. ૧૧ માર્ચ ના રોજ અંકલેશ્વર તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્વ ગડખોલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં તા.૯મી માર્ચ થી ૧૪ મી માર્ચ સુધી જનરલ હોસ્પિટલ ભરૂચ ખાતે મેડીકલ કોલેજના ડો.કીરણ સી.પટેલ આંખને લગતા વિવિધ રોગોના દર્દીઓની તપાસ કરી સર્જીકલ ટ્રીટમેન્ટ વગેરેની નિ:શુલ્ક સારવાર આપનાર છે. આ સેવાનો વધુમાં વધુ નાગરિકો લાભ લે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્નારા અનુરોધ કરવામાં આવ્યો છે.

digitalyugnews
Author: digitalyugnews

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!