આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ લોકલ બસ સેવાના નવા રૂટ શરૂ કરાતા અપડાઉન કરતા લોકો ની સુવિધામાં વધારો થશે.મંગળવારના રોજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આણંદ બસ સ્ટેશનની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે બસમાં જઈને નાયબ મુખ્યમંત્રી દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરતા જણાવ્યું હતું કે બોરસદ અને ડાકોર ની વધારા ની ટ્રીપ શરુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને સુગમતા રહે અને અમારી માંગણી નું નિરાકરણ થાય.આ વાત સાંભળીને નાયબ મુખ્યમંત્રીએ આણંદ બસ સ્ટેશન ઉપરથી જ ઉચ્ચ અધિકારી સાથે ફોન ઉપર વાત કરીને તાત્કાલિક અસરથી બોરસદ અને ડાકોર ની બસ સેવા શરૂ કરવા સૂચના આપી હતી.

જે અન્વયે આજ રોજ તા.૭ જાન્યુઆરી ને બુધવારે આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ લોકલ બસ શરૂ કરવામાં આવી છે. આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી નવીન રૂટની બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું.ધારાસભ્ય પટેલે જણાવ્યું હતું કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત થી તાત્કાલિક અસરથી નવી બસના રૂટ શરૂ કરવાથી વિદ્યાર્થીઓની માંગણી સંતોષાઈ છે અને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં અનુકૂળ રહેશે.અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો એ નવા રૂટ શરૂ થવાથી ખુશી વ્યક્ત કરી હતી.આ તબક્કે સમયે વિભાગીય નિયામક સી. ડી મહાજન, ડી. ટી. ઓ નાયી, આણંદ ડેપો મેનેજર કે. એમ. શ્રીમાળી, આણંદ એસ.ટી ડેપો નો સ્ટાફ, નડિયાદ વિભાગીય કચેરી સ્ટાફ સહીત એસ ટી વિભાગનો કર્મચારીગણ સહિત મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ડિજિટલ યુગ ન્યૂઝ આણંદ,
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









