વાગરા ના વિલાયત જીઆઇડીસી ખાતે આવેલ બિરલા ગ્રાસીમ કંપની ના કેમિકલ ડિવિઝન મા ટેન્ક એકાએક ધડાકાભેર ફાટતા ત્રણ કર્મચારીઓ સિદ્ધાર્થ ,સોહેલ તેમજ અમન દાઝયા હતા.જેમાંથી સિદ્ધાર્થ નામના ઈજનેર ની હાલત ગંભીર હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.ઇજાગ્રસ્તો ને ભરૂચ ની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો સૂત્રો થકી જાણવા મળી છે.હાઇડ્રોફ્લોરિક એસિડ ટેન્કમાં બ્લાસ્ટ ને પગલે કંપની સંકુલમાં ભારે નાસભાગ ને પગલે અફરાતફરી મચી જવા પામી હતી.ક્લોરો આલ્ક્લિક પ્લાન્ટ ની ટેન્ક માં કોઈક કારણોસર અચાનક એકાએક બ્લાસ્ટ થતા ત્રણ કર્મીઓ દાઝ્યા હતા.

જે પૈકી એક કામદાર ની હાલત ગંભીર હોવાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ હતી.દાઝી ગયેલા કામદારો ને ભરૂચ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયા છે.કંપનીમાં થયેલ બ્લાસ્ટ સંદર્ભે માહિતી મેળવવા કંપનીના યુનિટ હેડ હિમાંશુ શુકલા,એચ આર મેનેજર મનિષ સિતૂત,સિક્યુરી હેડ મહાદેવ સહિત વિભાગ ના અધિકારીઓ ને ફોન કરતા તેઓએ ફોન ઉપાડવા ની તસ્દી સુધ્ધાં લીધી ન હતી.આ બાબત પરથી ફલિત થાય છે કે તેઓ માહિતી પર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કરી રહયા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક માસ દરમિયાન દહેજ,પાનોલી સહિત ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગો માં આગના બનાવો નોંધાઇ ચુક્યા છે.ત્યારે વાગરા ના વિલાયત ની બિરલા ગ્રાસીમ કંપનીમાં અકસ્માત સર્જાતા વધુ એક અકસ્માત નો ઉમેરો નોંધાવવા પામ્યો છે.છાશવારે કંપનીમા બનતા અકસ્માતો બાબતે ફાયર એન્ડ સેફટી વિભાગના અધિકારીઓ આંખ આડા કાન કરી ને જે તે ઉદ્યોગ ને છાવરવાના પ્રયાસો કરી રહયા ની લાગણી પ્રસરવા પામી છે.આ અંગે પંથકની જનતામાં ઉદ્યોગો અને સેફટી વિભાગ વચ્ચે ની સાંઠ ગાંઠ ને પરિણામે અકસ્માત ના બનાવો નિરંકુશ બની રહયા ની ચર્ચાઓ એ ભારે જોર પકડ્યું છે.ત્યારે ફાયર એન્ડ સેફટી વિભાગ નફ્ફટ કંપનીઓ વિરુદ્ધ કડક પગલાં ભરે તેવી લોકમાંગ બુલંદ થવા પામી છે.

શિફ્ટ સાઇટ મેનેજર અરવિંદ વિશ્વકર્મા દ્વારા માહિતી અંગે ખો અપાઈ…..!!!
બિરલા ગ્રાસીમ કેમિકલ વિભાગમાં કેમિકલ ટેન્ક માં ધડાકો થતા ત્રણ કર્મીઓ દાઝતા શિફ્ટ ના સાઇટ મેનેજર અરવિંદ વિશ્વકર્મા નો ટેલિફોનિક સંપર્ક સાધી માહિતી મેળવવા પ્રયાસ કરતા પ્રથમ તો તેઓ ચોંકી ઉઠયા હતા અને સવાલ કર્યો હતો કે મારું નામ તમો ને કોણે જણાવ્યું.ઘટના બાબતે તેઓ ને પૂછતાં તેઓ ને આ બાબતે કોઈ જાણકારી નથી તેમ જણાવ્યું હતું.વધુમાં માહિતી યુનિટ હેડ તેમજ એચ આર મેનેજર પાસેથી મળી જશે તેમ જણાવી તેઓએ હાથ અધ્ધર કરી દીધા હતા.ખરેખર તો શિફ્ટ ના ઇન્ચાર્જ પાસે જ માહિતી ઉપલબ્ધ હોય તેમ છતાં તેઓ માહિતી મારી પાસે નથી નો રાગ આલાપી પોતાની જવાબદારી માથી આબાદ રીતે છટકી ગયા હતા.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









