નેત્રંગ ના થવા ગામની શ્રીકૃષ્ણ આશ્રમશાળા ના વિદ્યાર્થીઓનો કલા મહાકુંભ ૨૦૨૫માં ઝળહળતો દેખાવ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

તાજેતરમાં અંકલેશ્વર ખાતે યોજાયેલા કલામહાકુંભ મા નેત્રંગ તાલુકાના થવાની શ્રીકૃષ્ણ આશ્રમશાળાના વિદ્યાર્થીઓએ કલા મહાકુંભ ૨૦૨૫માં જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું.કલામહાકુંભમાં આશ્રમશાળાના ૬ થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોએ જિલ્લાકક્ષાએ લોકનૃત્ય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.તદઉપરાંત, આ જ વયજૂથની બાળાઓએ પ્રાચીન ગરબામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ બંને કૃતિઓ હવે ઝોન કક્ષાએ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.સાથે જ સ્કૂલ બેન્ડમાં ૬ થી ૧૪ વય જૂથ માં દ્રિતિય ક્રમ તથા ૧૫ થી ૨૦ વય જૂથમાં તૃતીય ક્રમ મેળવી નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. ૬ થી ૧૪ વર્ષના વયજૂથમાં દ્વિતીય ક્રમ અને ૧૫ થી ૨૦ વર્ષના વયજૂથમાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરીને તેમણે પોતાની કળાનો પરિચય કરાવ્યો હતો.

 

તમામ વિજેતા વિદ્યાર્થીઓને ગ્રામ નિર્માણ કેળવણી મંડળના પ્રમુખ યોગેશભાઈ જોશી, મંત્રી રાજેન્દ્રસિંહજી માંગરોળા, આશ્રમશાળાના આચાર્ય રંજનબેન અને સમગ્ર સ્ટાફે છાત્રો ની સિદ્ધિ ને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓને તાલીમ આપનાર ટ્રેઈનર ભાવિનભાઈ વસાવાને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વિદ્યાર્થીઓ વધુ પ્રગતિ કરી શાળા, સમાજ અને રાષ્ટ્રનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

Saddam Bhatti
Author: Saddam Bhatti

Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755

Leave a Comment

और पढ़ें

error: Content is protected !!