ભરૂચ શહેર તેમજ સિતપોણ ગામે થી પ્રતિબંધિત ઇ-સિગારેટ સાથે બે ઇસમોને એસઓજી એ ઝડપી પાડયા હતા.જેમની વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.એસ.ઓ.જી. ટીમના પો.કો. મો.ગુફરાન ને બાતમી મળી હતી કે ભરૂચ સીટી સેન્ટરમાં ક્રેજી બાઇટ નામની દુકાનમાં રૈયાન પટેલ નામનો ઈસમ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઇ-સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનુ વેચાણ કરે છે અને હાલમા તેની આ પ્રવુતિ ચાલુ છે જે બાતમી ને આધારે ક્રેજી બાઇટ દુકાન ચેક કરતા હાજર ઇસમ રૈયાન ઇમ્તીયાજ પટેલે પ્રતિબંધિત ગેરકાયદેસર વિદેશી કંપનીની ઇ-સિગારેટ કુલ નંગ-૧૦ જેની કિ.રૂ.૩૫,૦૦૦/- નો મુદ્દામાલ વેચાણ કરવા સારૂ લાવી પોતાની દુકાનમા વેચાણ અર્થે રાખેલ જે પકડાઈ જતા તેની વિરુધ્ધ ધી પ્રોહીબીશન ઓફ ઇલેક્ટોનિક સિગારેટ અધિનિયમ-૨૦૧૯ ની વિવિધ કલમો હેઠળ ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.જ્યારે બીજા બનાવ માં એસ.ઓ.જી. ટીમના હે.કો. કિર્તિકુમાર ભાર્ગવકુમાર ને બાતમી મળેલ કે, સીતપોણ ગામ ટંકારીયા રોડ ખાતે રહેતા ઈમરાન આદમ પટેલ તેના ઘરે ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઇ-સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે રાખેલ છે જે બાતમીના આધારે તપાસ કરતા ઈમરાન આદમ પટેલ એ પ્રતિબંધિત ગેરકાયદેસરની જુદી જુદી વિદેશી કંપનીની ઇ-સિગારેટ તથા ફલેવર (રીફીલ) મળી કુલ નંગ-૪૭ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૯૮,૦૦૦/- નું વેચાણ કરવા માટે લાવી પોતાની દુકાનમા વેચાણ અર્થે મુકેલ હતો જે પકડાઈ જતા તેની વિરુધ્ધ ધી પ્રોહીબીશન ઓફ ઇલેક્ટોનિક સિગારેટ અધિનિયમ-૨૦૧૯ ની કલમો મુજબ નબીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.બંને બનાવમાં કુલ ૧,૩૩,૦૦૦ નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ઇ સિગારેટ પ્રકરણમાં બે આરોપીઓ રૈયાન ઇમ્તીયાજ પટેલ ઉ.વ.૧૯, રહે. શેરપુરા નવીનગરી તા.જી ભરૂચ તથા ઈમરાન આદમ પટેલ ઉ.વ. ૪૨, ધંધો ખેતી રહે. સીતપોણ, ટંકારીયારોડ, તા.જી.ભરૂચ પોલીસ ના હાથે ઝડપાયા હતા.જ્યારે અબરાર પટેલ અને ઉસ્માન ને વોન્ટેડ જાહેર કરાયા હતા.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









