વાગરા તાલુકા ના સારણ ગામમાં ગતરાત્રીના સમયે એક શંકાસ્પદ કાર જોવા મળી હતી.જેનો ગ્રામજનોએ પીછો કરવા છતાંય કાર હાથ લાગી ન હતી, કાર ચાલકો ફરાર થઇ ગયા હતા.બનાવ ને પગલે વાગરા પોલીસ પણ સક્રિય થઈ ગઈ હતી.પોલીસે સી.સી.ટીવી ફૂટેજ ના આધારે શંકાસ્પદ ગાડી ને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રીના લગભગ બે વાગ્યાના અરસામાં સારણ ગામના યુવાનો કાર લઈને બહાર ગયા હતા.રાત્રીના સમયે તેઓ ઘરે પરત આવી રહ્યા હતા.ત્યાં ગામમાં પ્રવેશતા જ એક શંકાસ્પદ ઝાયલો કાર કારમાં શંકાસ્પદ ગતિવિધિ ગામના યુવકો અજાણી કાર ની નજદીક જઈ રહ્યા હતા.જોકે તેઓ પહોંચે તે પહેલા જ અજાણ્યા ઈસમોએ ઝાયલો કાર પૂરપાટ ઝડપે હંકારી મૂકી હતી.

થોડા દિવસ પહેલા જ સારણ ગામમાં લાખો રૂપિયાની મોટી ચોરી થઈ હોવાથી ગ્રામજનો સતર્ક બન્યા હતા.જેથી ગ્રામજનોએ તેઓનો પીછો પણ કર્યો હતો.તે દરમિયાન સારણથી સાયખા માર્ગ પર ટર્નીગ નજીક ઝાયલો કાર રોડ નીચે ઉતરી ગઈ હતી.પીછો કરી રહેલા ગ્રામજનો પણ નજદીક આવી પહોંચ્યા હતા.પરંતુ ઝાયલો કારમાંથી પાંચ જેટલા ઈસમો નીચે ઉતર્યા હતા.જેથી ગ્રામજનો ભયભીત બની તેઓને પકડવાની હિંમત કરી ન હતી.ઝાયલો કારમાંથી ઉતરેલા ઈસમોએ કારને રોડ ઉપર ખસેડી ફરીથી કાર હંકારી મૂકી હતી.અને તેઓ કોઠીયા માર્ગ તરફ ભાગ્યા હતા.

ગ્રામજનોએ હિંમત દાખવી સતત તેઓનો પીછો કરી રહ્યા હતા.આ દરમિયાન તેઓએ વાગરા પોલીસને પણ જાણ કરી હતી.જેથી વાગરા પોલીસ પણ સક્રિય થઈ ગઈ હતી.

અને તાત્કાલિક દહેજ સહિત આસપાસના વિસ્તારોમા નાકાબંધી કરી હતી.પરંતુ ઝાયલો કાર ત્યાંથી વહિયાલ થઈ ઓચ્છણ અને પહાજ માર્ગે સતત આગળ વધી રહી હતી. ગ્રામજનો સતત પીછો કરતા રહ્યા હતા.આ દરમિયાન પહાજ ગામ નજીક GRD જવાન ઉપર ભાગી રહેલા ઈસમોએ ગાડી ચઢાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો.જોકે તેનો આબાદ બચાવ થવા પામ્યો હતો. અજાણ્યા ઈસમો પહાજ થી રોજાટંકારીયા માર્ગે રોકેટ ગતિએ કાર ભગાડી ફરાર થઇ ગયા હતા.ગ્રામજનોના મતે ઝાયલો કારમાં ૫ જેટલા ઈસમો સવાર હતા.જેમના પહેરવેશથી શીખ જ્ઞાતિના હોય તેમ લાગતા હતા.અને કારમાં ડુક્કર પણ દેખાયા હતા.જેથી ડુક્કર પકડવા આવતા લોકો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી શકાય છે.જોકે પોલીસ ઉક્ત વિસ્તારના તમામ CCTV ફૂટેજ ચકાસી રહી છે.અને શંકાસ્પદ કારની તપાસ કરી રહી છે.

હાલ તો વાગરા પોલીસ ગતરાત્રી એ આવેલ શંકાસ્પદ કાર સહિત સારણ ગામમાં થયેલ ચોરી નો ગુનો ઉકેલવા એડી ચોટીનું જોર લગાવી રહી છે.પરંતુ સફળતા કોષો દૂર જણાઈ રહી છે.
Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









