છેલ્લા 5 વર્ષથી ચોરીના ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીને ભરૂચ પેરોલ ફર્લો સ્કોડ પોલીસે દાહોદ ખાતેથી ઝડપી પાડી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પો.ઇન્સ.એ.કે જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે દાહોદ ખાતે તપાસમા ગયા હતા. તે દરમ્યાન મળેલ બાતમી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અંકલેશ્વર શહેર પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસતા ફરતા મહિલા આરોપી લીલા બહેન ઉર્ફે મિન્દીબેન સુરેશભાઈ ઉર્ફે સુકીયા ભાઈ દેહદા ઉર્ફે ભાભોર રહે, દેવધા, નિશાળ ફળિયું, તા. ગરબાડા, જી.દાહોદનાઓને ગરબાડા ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા માટે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં સુપ્રત કરવામાં આવેલ છે.

Author: Saddam Bhatti
Owner Of Digitalyugnews.com સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો 9723530092, 9510004755









