ભરૂચ જિલ્લાના વાગરાના ભરચક બજાર વિસ્તારમાં દિનદહાડે લૂંટની ઘટના ને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી.

શહેરના મુખ્ય બજાર માં આવેલી ‘ઓમ જવેલર્સ’ નામની સોનીની દુકાનમાં એક અજાણ્યા બુકાનીધારીએ સોની ની આંખોમાં મરચાંની ભુક્કી છાંટી લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો.બનાવ સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર બપોરના સમયે એક શખ્સ મોઢા પર કપડું બાંધી ને દુકાનમાં ઘૂસ્યો હતો.

તેને સોની દ્વારા બતાવવા આવેલી સોનાની ચેઈન હાથમાં ઉઠાવી ખિસ્સામાંથી મરચાનો પાવડર કાઢી સોની ની આંખમાં છાંટી તે દુકાન ની બહાર ભાગ્યો હતો.જોકે તેની પાછળ દુકાનમાલિક પણ ભાગ્યો હતો પરંતુ તે શખ્સ ભાગવામાં સફળ રહ્યો હતો.લૂંટની જાણ થતાં બજાર સહિત સમગ્ર વાગરા પંથક માં હડકંપ મચી ગયો હતો.

બનાવની માહિતી મળતાંજ તરત પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.અને તપાસ આરંભી હતી.પોલીસે આસપાસના દુકાનદારોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી તેમજ સીસીટીવી ફૂટેજ ચકાસવાનું કામ પણ કરાયું હતું.

પોલીસે લૂંટારૂને શોધી કાઢવા નજીકના વિસ્તારોમાં ચુસ્ત નાકાબંધી કરી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપી સુધી પહોંચવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.”આ લખાઈ રહ્યું છે ત્યારે સોનાની લૂંટ ચલાવનાર શખ્સ અંગે પોલીસ ને કોઈ સગડ ન મલ્યા ની વિગતો પ્રાપ્ત થઈ છે.પોલીસ લૂંટારું ને પકડવા હવામાં બાચકા ભરી રહી હોય તેમ લાગી રહ્યું છે.નગર ના લોકો તેમજ વેપારી વર્ગમાં લૂંટ ની ઘટનાને પગલે ભયનો માહોલ સર્જાયો છે.તો બીજી તરફ વેપારીઓ એ વધતી જતી ગુનાખોરી અને અસુરક્ષા સામે પોલીસ સુરક્ષા મા વધારો કરવા માગ ઉઠાવી છે.
ડિજિટલ યુગ ન્યૂઝ વાગરા









