ભરૂચ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈસીડીએસ કાર્યક્રમ હેઠળ પોષણ પખવાડિયા અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓની આંગણવાડી કેન્દ્રો ખાતે અન્નપ્રાસન દિવસ અને બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.પ્રોટીનયુક્ત આહાર, THR (ટેક હોમ રાશન), માતૃશક્તિ, બાલશકિતના ફાયદા વિશે માતાઓ અને વાલીઓએ જાણકારી પ્રદાન કરવામાં આવી હતી.ઉકત કાર્યક્રમ અંર્તગત આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પ્રોટીનયુક્ત આહાર,અને તેમાંથી મળતા વિટામિન્સ અને તેના ફાયદા જાણી ઘરમાં બનતી વાનગીઓમાં તેનો ઉપયોગ કરવા માટે સગર્ભા માતા અને વાલીઓ ને સમજ આપવામાં આવી હતી.

તદ્દઉપરાંત ૬ મહિના પૂર્ણ કરેલા બાળકો ને ઉપરી આહારની શરૂઆત કરાવવામાં આવી હતી. ધાત્રી માતા અને સગર્ભા બહેનોને માતૃશક્તિ, બાલશકિતના ફાયદા વિશે માહિતી આપી તેનો નિયમિત ઉપયોગ કરવા સમજાવવામા આવી હતી.ઉલ્લેખનીય છે કે, પોષણ પખવાડિયામાં જન આંદોલનન થકી પોષણ અને આરોગ્ય વિશે જાગૃતિ ફેલાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

સદ્દામ બી. ભટ્ટી









